બજેટ / આવક વેરામાં મધ્યમ વર્ગને લાભ, હવે રૂપિયા 5 લાખથી 7.5 લાખની આવક પર 20%ને બદલે 10% ટેક્સ આપવો પડશે

Bumper benefits to middle class in income tax, exemption from income tax limit now Rs 5 lakh

Divyabhaskar.com

Feb 02, 2020, 08:38 AM IST

બિઝનેસ ડેસ્કઃ નિર્મલા સીતારમણે આ વખતે વિક્રમજનક 2 કલાક 40 મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 5 લાખ રૂપિયા સુધી આવક ધરાવનારે જૂની વ્યવસ્થામાં પણ ટેક્સ આપવો નહીં પડે. નવી વ્યવસ્થા પ્રમાણે આ સ્લેબમાં અત્યારે 20 ટકા ટેક્સ આપવાનો થાય છે, જે હવે 10 ટકા થઈ ગયો છે.

ગત વચગળાના બજેટમાં સરકારે 5 લાખ રૂપિયા સુધી ટેક્સસ્લેબ આવકને ટેક્સ ફ્રી કરી હતી. અત્યારે આવક વેરા ધારામાં આ અંગે કેટલીક કપાતની જોગવાઈ કરવામાં આવી છે. રૂપિયા 5 લાખ સુધીની આવક ધરાવનારને જૂની વ્યવસ્થાની માફક નવી વ્યવસ્થામાં પણ કોઈ ટેક્સ આપવો નહીં પડે. નવી વ્યવસ્થા અંતર્ગત 5 લાખથી 7.5 લાખની આવક ધરાવનાર અત્યારે 20 ટકા ટેક આપે છે, જે હવે 10 ટકા થશે. રૂપિયા 7.5 લાખથી રૂપિયા 10 લાખની આવક પર 20 ટકાની જગ્યાએ 15 ટકા ટેક્સ આપવો પડશે. રૂપિયા 12.50 લાખથી રૂપિયા 15 લાખ સુધીની આવક પર અત્યારે 30 ટકા ટેક્સ છે, જે હવે 25 ટકા આપવો પડશે. રૂપિયા 15 લાખથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ જારી રહેશે. રૂપિયા 15 લાખ વાર્ષિક આવક હોય તો કોઈ કપાત નહીં લેવાના સંજોગોમાં તેમણે રૂપિયા 2.73 લાખને બદલે રૂપિયા 1.95 લાખ ટેક્સ ચુકવવો પડશે. આવકવેરાના નવા દર વૈકલ્પિક હશે. એટલે કે કરદાતા જૂની અને નવી વ્યવસ્થા પૈકી કોઈ એક પસંદ કરી શકશે. જે અત્યાર સુધીમાં 30 ટકા આ આપવો પડતો હતો. 12.50 લાખથી 15 લાખ સુધી આવક ધરાવનાર માટે 25 ટકા ટેક્સ આપવો પડશે, જે અત્યાર સુધી 30 ટકા હતું. જેમની આવક 15 લાખ રૂપિયા કરતા વધારે છે તે લોકોને 30 ટકા ટેક્સ લાગશે.


અત્યારે કયો ટેક્સ સ્લેબ છે

વર્તમાન ટેક્સ સ્લેબ પ્રમાણે 2.5-5 લાખ સુધીની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ આપવો પડે છે. આ અંતર્ગત 5-10 લાખ રૂપિયા પર 20 ટકા જ્યારે 10 લાખ અને તેની ઉપરની કમાણી પર 30 ટકા ટેક્સની જોગવાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 1લી,ફેબ્રુઆરી,2019માં મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં રજૂ કરવામાં આવેલ વચગાળાના બજેટ પર તે સમયના નાણાં પ્રધાન પીયુષ ગોયલે રૂપિયા 5 લાખ રૂપિયા સુધી વાર્ષિક આવક પર રિબેટ એટલે કે છૂટ આપી હતી. આ છૂટનો લાભ ત્યારે જ મળશે કે જ્યારે તમે રિર્ટન ભરો. જો વાર્ષિક 5 લાખની કમાણી થાય છે અને રિટર્ન ભરતા નથી તો આવકવેરા તમને નોટિસ પાઠવી શકે છે.

આવકવેરા છૂટનો લાભ મેળવવા માટે તમારે વાર્ષિક આવક જાહેર કરવી પડશે. 5 લાખ સુધી આવક છૂટ રિબેટ સ્વરૂપે મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપરાંત સેક્શન 80C અંતર્ગત કુલ રૂપિયા 2 લાખની છૂટ મળશે.

X
Bumper benefits to middle class in income tax, exemption from income tax limit now Rs 5 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી