તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બિઝનેસ ડેસ્કઃ કોરોના વાઈરસ સહિતના અનેક પ્રતિકૂળ વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો થયો છે ત્યારે બુલિયન માર્કેટમાં પણ ભારે અફરા-તફરી જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતોમાં આશરે રૂપિયા 2,388 જ્યારે ચાંદીના ભાવમાં રૂપિયા 4,040નો ઘટાડો થયો છે. આજે પણ સોનામાં આશરે રૂપિયા 1500 ઘટાડો થયો છે. માર્જીનમાં ઘટાડો થવાથી તેમ જ અન્ય સેક્ટરોમાં થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે સોનામાં છેલ્લા પાંચ સત્ર દરમિયાન ભારે ઘટાડો જોવા મળે છે.
આજે પણ સોનાના ભાવ રૂપિયા 1500 ઘટી રૂપિયા 41,670 થયા છે. જ્યારે ચાંદીના ભાવ કીલો દીઠ રૂપિયા 1,395 ઘટી રૂા.42,460 થયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લંડન અને ન્યુયોર્કથી મળેલી માહિતી પ્રમાણે સોનાના હાજર ભાવ ઔંસ દીઠ ગગડીને 1,529.05 થયા છે. અમેરિકી સોનાનો વાયદો 71.50 ડોલર તૂટીને 1,517.80 ડોલર થયો છે. જ્યારે ચાંદી હાજરનો ભાવ પણ 14.72 ડોલર થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં ભારતમાં સોનાના ભાવ રૂપિયા 45000ને પાર સર્વોચ્ચ સપાટી પર હતા. આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ભાવ ઔંસ દીઠ 1700 ડોલર બોલાઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના દબાણ વચ્ચે સપ્તાહના અંત સુધીમાં ભાવ 8.60 ટકા ઘટી 1,516 ડોલર નજીક પહોંચી ગયા છે. જ્યારે ચાંદી 14.46 ડોલર થઈ ગઈ છે. સાપ્તાહિક ધોરણે આવેલો આ ઘટાડો માર્ચ, 1983 બાદનો સૌથી મોટો ઘટાડો છે. બજારમાં ચોતરફથી સોનાના ભાવોમાં જંગી પ્રમાણમાં વેચવાલી જોવા મળી રહી છે. ઓઈલ તથા વૈશ્વિક શેરબજારોએ ઓક્ટોબર, 2008 બાદ સૌથી નબળો દેખાવ કર્યો છે ત્યારે બુલિયન માર્કેટમાં પણ મોટા પ્રમાણમાં વેચવાલી જોવા મળી રહી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.