તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં BSEના માર્કેટ કેપમાં રૂ. 34.87 લાખ કરોડનું ધોવાણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • જોકે, આજે શુક્રવારે બજાર સુધારતા એક જ દિવસમાં રૂ. 3.56 લાખ કરોડની વૃદ્ધિ
 • રિલાયન્સ, HDFC, TCS જેવી કંપનીઓની માર્કેટ કેપ રૂ. 6 લાખ કરોડ જેવી ઘટી

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: કોરોના વાયરસના પગલે ભારતીય શેર બજારોની તબિયત બગડી ગઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન (માર્કેટ કેપ) જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ રૂ. 34.87 લાખ કરોડ જેટલું ઘટ્યું હતું. માર્કેટ કેપ 20 જાન્યુઆરીએ રૂ. 160.57 લાખ કરોડ હતું જે શેરબજારો સતત તૂટવાના પગલે 12 માર્ચે ઘટીને 125.70 લાખ કરોડ થયું હતું. જોકે, 13 જાન્યુઆરીએ બજારમાં નીચલા સ્તરે લેવાલી આવવાથી માર્કેટ કેપ રૂ. 3.56 લાખ કરોડ વધીને રૂ. 129.26 લાખ કરોડે પહોચી ગયું હતું. માર્કેટ કેપની રીતે સૌથી વધુ ઘટાડો A ગ્રુપની કંપનીઓમાં જોવા મળ્યો હતો. આ ગ્રુપમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC બેંક, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે ઇન્ડિયા, એશિયન પેઈન્ટ અને SBI જેવી મોટી કંપનીઓ શામેલ છે.

1) એક જ દિવસમાં માર્કેટ કેપ 3% વધી ગયું

વૈશ્વિક બજારોના પગલે 13 જાન્યુઆરીએ બજારોની શરૂઆત ખુબ જ ખરાબ થઇ હતી અને માર્કેટ થોડી વાર માટે બંધ કરવા પડ્યા હતા. જોકે બપોર સુધીમાં ધીમી ગતિએ રીકવરી જોવા મળી હતી જેના કારણે BSEનું માર્કેટ કેપ ગુરુવારની સરખામણીએ 3% જેટલું વધી ગયું હતું.

BSEના આંકડા મુજબ 28 ફેબ્રુઆરીએ  માર્કેટ કેપ રૂ. 146.87 કરોડ હતું જેમાં માર્ચ મહિનામાં 12 દિવસ દરમિયાન રૂ. 21.17 લાખ કરોડનું ધોવાણ થયું છે. જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન લોકોના અંદાજે રૂ. 14 લાખ કરોડ ડૂબી ગયા હતા.

બજારની એક વર્ષ અગાઉની સ્થિતિ જોઈએ તો આજની તારીખે એટલે કે, 13 માર્ચ 2019ના દિવસે BSEનું માર્કેટ કેપ રૂ. 148 લાખ કરોડ હતું. આ હિસાબે ગત વર્ષની તુલનાએ માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ. 18.74 લાખ કરોડનો ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો