સુપ્રીમ કોર્ટ / બોમ્બે ડાઈંગના ચેરમેન નુસ્લી વાડિયાએ રતન ટાટા સામે માનહાનીનો કેસ પાછો ખેંચ્યો

ઉદ્યોગ જગતના બે અગ્રણી રતન ટાટા અને નુસ્લી વાડિયા
ઉદ્યોગ જગતના બે અગ્રણી રતન ટાટા અને નુસ્લી વાડિયા
X
ઉદ્યોગ જગતના બે અગ્રણી રતન ટાટા અને નુસ્લી વાડિયાઉદ્યોગ જગતના બે અગ્રણી રતન ટાટા અને નુસ્લી વાડિયા

  • વાડિયાએ ટાટા સામે રૂપિયા 3000 કરોડનો દાવો માંડ્યો હતો
  • બોમ્બે હાઈકોર્ટમાં કેસ નકારવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા
  • વાડિયાનો દાવો- રતન ટાટાએ વર્ષ 2016માં અપમાનજનક શબ્દો કહ્યા હતા

Divyabhaskar.com

Jan 13, 2020, 02:18 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રતન ટાટા સામે નુસ્લી વાડિયા માનહાની કેસ (Defamation Case) સોમવારે બંધ કરી દીધો છે, કારણ કે બોમ્બે ડાઈંગના ચેરમેન વાડિયાએ ટાટા સામે માનહાનીના તમામ કેસ પાછા ખેંચી લીધા છે. આ પૈકીના એક કેસમાં વાડિયાએ રૂપિયા 3,000 કરોડનો દાવો કર્યો હતો. વાડિયાનું કહેવું હતું કે 24મી ઓક્ટોબર,2016ના રોજ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવ્યા બાદ રતન ટાટા અને ટાટા ગ્રુપના બાકી લોકો મારા વિશે અપમાનજનક શબ્દ કહેતા હતા. મારા પર મિસ્ત્રી સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે વાતચીતથી ઉકેલ મેળવવા માટે સલાહ આપી હતી

1. ટાટાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે વાડિયાની માનહાની થાય તેવો તેમનો કોઈ જ ઈરાદો ન હતો. જોકે, વાડિયા જવાબથી સંતુષ્ટ દેખાતા ન હતા, અલબત છેવટે તેઓ કેસ પાછો ખેંચવા રાજી થઈ ગયા હતા. ગયા સપ્તાહે જ કોર્ટે કહ્યું હતું કે તમે બન્ને સમજદાર છો, ઉદ્યોગ જગતમાં મોભાદાર સ્થાન ધરાવો છો. તમે વાતચીત દ્વારા ઉકેલ મેળવી શકો છો. અદાલતમાં દાવા માંડવાની શું જરૂર છે?

2. વાડિયાએ રતન ટાટા, ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરન તથા 8 ડિરેક્ટર સામે સૌ પહેલા મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ કર્યો હતો. ડિસેમ્બર,2018માં મેજિસ્ટ્રેટ કોર્ટે રતન ટાટા તથા અન્ય લોકોને નોટિસ પાઠવી હતી. ત્યારબાદ રતન ટાટા પક્ષે કેસને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે વાડિયાના કેસને રદ્દ કર્યો હતો.

3. વાડિયા 2016માં ટાટા ગ્રુપની ઈન્ડિયન હોટેલ્સ, TCS, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ સહિત અન્ય કંપનીઓના બોર્ડમાં ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર તરીકે સ્થાન ધરાવતા હતા. ડિસેમ્બર,2016થી ફેબ્રુઆરી,2017 વચ્ચેના ગાળામાં યોજાયેલી બેઠકોમાં શેરધારકોએ વાડિયા વિરુદ્ધ મતદાન કરી તેમને બહાર કરી દીધા હતા

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી