સિંગાપુર / અબજપતિ ડાયસને સૌથી ઉંચી ઈમારતમાં ખરીદ્યું 372 કરોડ રૂપિયાનું પેન્ટ હાઉસ

Billionaire Dyna bought the highest house in Pant House, 372 crores

  • ડાયસનનું આ પેન્ટ હાઉસ 21 હજાર વર્ગ ફીટમાં બનેલું છે
  • પાંચ બેડરૂમ વાળું આ ઘર ઈમારતની ટોપ પર છે, તેમાં બગીચો, બાર જેવી ઘણી લક્ઝરી સુવિધાઓ છે

Divyabhaskar.com

Jul 11, 2019, 06:13 PM IST

સિંગાપુરઃ બ્રિટિશ અબજપતિ સર જેમ્સ ડાયવર્ઝને સિંગાપુરમાં સૌથી મોંઘું હાઉસ ખરીદ્યું છે. 372 કરોડ રૂપિયાનું આ ત્રણ માળનું પેન્ટ હાઉસ શહેરની સૌથી ઉંચી બિલ્ડિંગના ટોપ પર છે. તેમાં પ્રાઈવેટ લિફ્ટ, સ્વીમિંગ પુલ, જકૂજી અને બાર જેવી ઘણી લકઝ્રી સુવિધા છે. પેન્ટ હાઉસ 21 હજાર વર્ગ ફીટમાં બનેલું છે.

ડીલ 20 જૂને થઈ

ડાયસનની કંપની વેક્યુમ ક્લીનર અને એર પ્યુરીફાયર જેવી પ્રોડક્ટ બનાવે છે. ડાયસને આ વર્ષે કંપનીનું હેડક્વાર્ટર ઈંગલેન્ડથી હટાવીને એશિયાઈ માર્કેટની પાસે લઈ જવાની વાત જણાવી હતી. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ ડીલ 20 જૂને થઈ હતી. તેને ડાયસન અને તેની પત્નીએ 99 વર્ષની લીઝ પર લીધો છે.

આ ઘર 64માં માળે છે

ડાયસનનું આ ઘર સિંગાપુરની સૌથી ઉંેચી ઈમારતમાં 64માં માળે છે. તેની ઉંચાઈ 290 મીટર છે. ઘરમા પાંચ બેડરૂમ છે. આ ઘરમાં એક પ્રાઈવેટ ગાર્ડન છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ સિંગાપુરનો સૌથી મોંઘો પ્રોપર્ટી સેલ છે.

X
Billionaire Dyna bought the highest house in Pant House, 372 crores
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી