દેવાળિયા / એસ્સાર સ્ટીલના મામલામાં અપીલેટ ટ્રિબ્યુનલના આદેશને બેન્ક સુપ્રીમ કોર્ટમાં પડકારશે

Bank to challenge the appeal tribunal's order in the case of Essar Steel

  • એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે- ઓપરેશનલ અને સિક્યોર્ડ ક્રેડિટર્સમાં ફરક હોય છે
  • નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલે ગત સપ્તાહે ઓપરેશનલ ક્રેડિટર્સને બરાબર દરજ્જો આપ્યો હતો
     

Divyabhaskar.com

Jul 11, 2019, 01:58 PM IST

મુંબઈઃ એસ્સાર સ્ટીલના મામલામાં નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)ના આદેશને બેન્ક સુપ્રીમ કોર્ટમાં પડકારશે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે બુધવારે આ વાત જણાવી છે. તેમનું માનવું છે કે એસ્સાર સ્ટીલના ઓપરેશનલ લેન્ડર્સને સિક્યોર્ડ લેન્ડર્સ માનીને દેવાળિયા પ્રક્રિયા અંતર્ગત વધુ પેમન્ટનો આદેશ આપવો યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે બેન્ક સિક્યોર્ડ ક્રેડિટરની સીમામાં આવે છે. ઓપરેશનલ ક્રેડિટર્સ કોઈ કંપનીના એ લેન્ડર્સને કહેવામાં આવે છે જે સંચાલન સંબધી સંસાધનોનો સપ્લાય કરે છે. તેમાં વેન્ડર અને અન્ય લેન્ડર્સનો સમાવેશ થાય છે.

રુઈયા બંધુઓના નેતૃત્વવાળી એસ્સાર ગ્રુપની કંપની એસ્સાર સ્ટીલ દેવાળિયા પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. તેને ખરીદવા માટે આર્સેલર મિતલની 42,000 કરોડ રૂપિયાની બોલી મંજૂર થઈ ચૂકી છે. એનસીએલએટીએ ગત ગુરૂવારે ઓપરેશનલ ક્રેડિટર્સને સિક્યોર્ડ ક્રેડિટર્સ સમાન માનવાનો આદેશ આપ્યો હતો.

ટ્રિૂબ્યુનલે કહ્યું હતું કે સિક્યોર્ડ ક્રેડિટર્સને 49,473 કરોડ રૂપિયાના દાવામાંથી 60.7 ટકા ઓછી રકમ મળશે. બાકીની રકમ ઓપરેશનલ ક્રેડિટર્સને આપવમાં આવશે.

કંપની એક્ટના પ્રાવધાનો સહિત અન્ય કાયદાઓની માહિતી આપતા એસબીઆઈના ચેરમેને કહ્યું કે સિક્યોર્ડ અને ઓપરેશનલ ક્રેડિટર્સમાં તફાવત છે. સિક્યોર્ડ ક્રેડિટર્સનો દેવાળિયા કંપનીની સંપતિઓ પર વધુ હક હોય છે.

X
Bank to challenge the appeal tribunal's order in the case of Essar Steel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી