તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીએ નાણામંત્રીને પેમેન્ટ બાદ પણ બેન્કે ઘરના દસ્તાવેજો પાછા ન આપતા ફરિયાદ કરી, સીતારામણે મદદ કરવાનો વિશ્વાસ આપ્યો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાણામંત્રી નિર્મલા સીતારામણ
  • નાણામંત્રીએ ટ્વીટર પર કહ્યું હતું કે, બેન્કોની સ્થિતિ સુધરી રહી છે, જેના જવાબમાં વેપારીએ પોતાની આપબીતી જણાવી
  • નાણામંત્રીએ કહ્યું- તમારી ફરિયાદ જાણીને દુખ થયું, મંત્રાલય તમારો સંપર્ક કરશે

નવી દિલ્હીઃ એક વેપારીએ નાણામંત્રીને ફરિયાદ કરી છે કે તેને ચાર મહિના પહેલા જ લોન ચુકવી દીધી હતી. તેમ છતા સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા તેના ઘરના દસ્તાવેજ પાછા નથી આપી રહી. વેપારીએ ટ્વીટર દ્વારા નાણામંત્રીને કહ્યું કે, અમે નાની કંપનીવાળા છીએ. કપરી સ્થિતિમાં વેપાર ચાલું રાખવા માટે અમારે અંગત સંપત્તિ વેચવી પડી હતી. અમારી મદદ કરો. આ અંગે નાણામંત્રીએ જવાબ આપ્યો હતો કે, તમારી સ્થિતિ જાણીને દુખ થયું. નાણા મંત્રાલય તમારો સંપર્ક કરશે.

નાણામંત્રીએ બેન્કોની પદ્ધતિમાં સુધારો આવ્યો હોવાની વાત કહી હતી 
આ પહેલા નાણામંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, ડિસેમ્બર ત્રિમાસિકમાં સરકારી બેન્કની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. બેન્કોનું NPA ઘટી રહ્યું છે, નફો વધી રહ્યો છે. બીજી બાજુ વેપારી સ્તર પણ સુધરી રહ્યું છે. જેના જવાબમાં વેપારીએ નાણામંત્રીને તેની આપબીતી જણાવી હતી.

સરકાર કહે છે વેપારીઓને તકલીફ નહીં પડવા દઈએ 
છેલ્લા 6 ત્રિમાસિકથી GDP ગ્રોથ સતત ઘટી રહ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં માત્ર 4.5% રહી ગયો છે. ચાલું નાણા વર્ષમાં ગ્રોથ માત્ર 5% રહેવાનું અનુમાન છે. જે 11 વર્ષમાં સૌથી ઓછું હશે. ડિસેમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન પણ 0.3% ઘટી ગયું હતું. અર્થવ્યવસ્થામાં સુસ્તીને ધ્યાનમાં રાખતા સરકાર છેલ્લા ઘણા મહિનાઓથી પ્રયાસમાં લાગી ગઈ છે કે નાના તથા મધ્યમ વેપારીઓને (MSME)ની તકલીફ ના થાય. પરંતુ બેન્કોનું વલણ સરકારના પ્રયાસોમાં અડચણ ઊભી કરી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો