તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના એઝયોર નોલેજ કોર્પોરેશને માઈક્રોસોફટ સામે ટ્રેડમાર્કના ભંગ બદલ અદાલતમાં દાવો કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • માઈક્રોસોફ્ટે ‘વિન્ડોઝ એઝયોર’ની નોંધણી કરાવી છે પણ તે તેની સર્વિસીસ તે માર્ક હેઠળ ઓફર કરતું નથી

અમદાવાદની ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપની એઝયોર નોલેજ કોર્પોરેશને સોફટવેર ક્ષેત્રની અગ્રણી કંપની માઈક્રોસોફટ કોર્પોરેશન સામે તેના ટ્રેડમાર્ક ‘એઝયોર’ના ઉલ્લંઘન બદલ અદાલતમાં દાવો કર્યો છે. આ દાવો ફેબ્રુઆરીમાં અમદાવાદની સીટી સિવિલ કોર્ટમાં ફાઈલ કરવામાં આવ્યો છે. એઝયોર નોલેજ કોર્પોરેશને જણાવે છે કે તે તેના ટ્રેડમાર્ક ‘એઝયોર’નો ટ્રેડમાર્ક તરીકે તથા વિવિધ બિઝનેસના ટ્રેડમાર્ક તરીકે વર્ષ 1996થી ઉપયોગ કરી રહી છે અને તેણે માર્ક ‘એઝયોર’નું વિવિધ કલાસ હેઠળ વર્ષ 1998થી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તે 1998થી તેનો વર્ડ માર્ક તથા લેબલ માર્ક રજીસ્ટ્રેશન ધરાવે છે અને તેની યુઝર ડેટ 1996થી છે. તો બીજી તરફ માઈક્રોસોફટે ભારતમાં સૌ પ્રથમ વખત 2014માં માર્ક એઝયોર રજૂ કર્યો હતો અને આ નામે તેની કલાઉડ સર્વિસીસ પ્લેટફોર્મનું વેચાણ કરી રહી છે. માઈક્રોસોફ્ટે ‘વિન્ડોઝ એઝયોર’ની નોંધણી કરાવી છે પણ તે તેની સર્વિસીસ તે માર્ક હેઠળ ઓફર કરતું નથી. હકીકતમાં માઈક્રોસોફ્ટે તેની વેબસાઈટ ઉપર એવો સ્વીકાર કર્યો છે કે તેણે માર્ક ‘વિન્ડોઝ એઝયોર’નો ઉપયોગ કરવાનું એપ્રિલ 2014થી બંધ કરી દીધુ છે. જો આ માર્ક વાપરવામાં આવતો ના હોય તો તે તેની માલિકીને ગુમાવી શકે છે. એઝયોર નોલેજ કોર્પોરેશને વિન્ડોઝ એઝ્યોરનું રજીસ્ટ્રેશન રદ કરવાની માંગણી સાથે એક પિટીશન ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડમાં પણ કરી છે. આ દાવામાં જણાવવામાં આવ્યું છે કે એઝયોર નોલેજ કોર્પોરેશને વિતેલા વર્ષોમાં ‘એઝયોર’ માર્ક અને તેના લોગોના પ્રચાર અને માર્કેટીંગ માટે નોંધપાત્ર રકમનો ખર્ચ કર્યો છે. બજારમાં ભારે પ્રતિષ્ઠા અને શાખ પ્રાપ્ત કરી છે, ત્યારે માઈક્રોસોફ્ટ જેવી જંગી મલ્ટીનેશનલ કંપનીને સ્થાનિક સ્તરે વિકસેલી કંપનીએ તેના કાનૂની અને વૈધાનિક હક્ક સોંપી દેવા માટે દબાણ નહીં કરવું જોઈએ અને માઈક્રોસોફ્ટને આવુ કરતાં રોકવી જોઈએ. આ દાવામાં એવી વિનંતી કરવામાં આવી છે કે માઈક્રોસોફ્ટ પાસે અનેક રજીસ્ટર્ડ માર્કસ છે અને તેની કોઈપણ હયાત બ્રાન્ડનો ઉપયોગ કરીને તેનો ક્લાઉડ બિઝનેસ ચલાવી શકે તેમ છે. જયારે ભારતીય કંપની પાસે માત્ર એક જ બ્રાન્ડ છે અને તે તેની બ્રાન્ડની કાનૂની માલિકી ધરાવે છે. માઈક્રોસોફ્ટને આ બ્રાન્ડ અને માર્ક હસ્તગત કરતાં રોકવી જોઈએ. આ દાવામાં માઈક્રોસોફ્ટને એઝયોર માર્ક, માઈક્રોસોફ્ટ એઝયોર, એઝયોર કોસ્મોસ, ડીબી એઝયોર ક્લાઉડ ફોર ઓલ, એઝયોર ફીયર, એઝયોર બ્રેઈન વેવ અને અન્ય સરખા જણાય તેવા નામથી અથવા છેતરામણ ઉભી કરીને એઝયોર જેવા માર્કનો ઉપયોગ કરતા રોકવાની માંગણી કરાઈ છે. આ ઉપરાંત માઈક્રોસોફ્ટને  www.azure.microsoft.com ડોમેઈન નેમનો ઉપયોગ કરતા રોકવી જોઈએ તથા ‘એઝ્યોર’ ટ્રેડ માર્કનો ઉપયોગ કરીને ગેરકાયદે કરેલી કમાણી પરત કરવા આદેશ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો