શેરહોલ્ડિંગ / વિપ્રોની બાયબેક યોજનામાં અઝીમ પ્રેમજી, પ્રમોટર કંપનીઓએ 7,300 કરોડ રૂપિયાના શેર વેચ્યાં

Azim Premji, promoter companies sold shares worth Rs 7,300 crore in Wipro buyback scheme

  • બાયબેક દરમિયાન વિપ્રોએ શેરહોલ્ડરો પાસેથી કુલ 10,500 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા
  • બાયબેક યોજના ગત મહિને પુરી થઈ, એલઆઈસીએ 1.34 કરોડ શેર વેચ્યા

Divyabhaskar.com

Sep 11, 2019, 05:56 PM IST

બેંગલરુઃ આઈટી કંપની વિપ્રોની શેર બાયબેક યોજના દરમિયાન અઝીમ પ્રેમજી અને પ્રમોટર કંપનીઓએ 7,300 કરોડ રૂપિયાની વેલ્યુના 22.46 કરોડ શેર વેચ્યા હતા. વિપ્રોએ 325 રૂપિયા પ્રતિ શેરના ભાવમાં કુલ 32.3 કરોડ શેર 10,499.99 કરોડ રૂપિયામાં બાયબેક કર્યા હતા. આ સ્કીમ ગત મહીને પુરી થઈ હતી. વિપ્રોએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં બુધવારે આ માહિતી આપી હતી. વિપ્રોએ જણાવ્યું કે એલઆઈસીએ 1.34 કરોડ શેર વેચ્યા હતા.

કોણે કેટલા શેર વેચ્યાં ?

નામ વેચવામાં આવેલા શેરની સંખ્યા
અઝીમ પ્રેમજી પાર્ટનર રિપ્રેઝન્ટિગ જૈશ ટ્રેડર્સ 6.12 કરોડ
અઝીમ પ્રેમજી પાર્ટનર રિપ્રેઝન્ટિંગ પ્રાજિમ ટ્રેડર્સ 6.03 કરોડ
અઝીમ પ્રેમજી પાર્ટનર રિપ્રેઝન્ટિંગ હાશમ ટ્રેડર્સ 5.02 કરોડ
અઝીમ પ્રેમજી ટ્રસ્ટ 4.05 કરોડ
અઝીમ પ્રેમજી ટ્રસ્ટ 1.22 કરોડ

શું છે બાયબેક ?

કોઈ કંપની શેરહોલ્ડર પાસેથી પોતાના શેર ખરીદે છે તો તેને બાયબેક કહે છે. કંપનીઓ ઘણા કારણોથી તેનો નિર્ણય લે છે. સૌથી મોટું કારણ કંપનીની બેલેન્સશીટમાં વધારાની કેેશનું હોવું છે. શેર બાયબેક દ્વારા કંપની વધારાની કેશનો ઉપયોગ કરે છે. સૌથી પહેલા કંપનીનું બોર્ડ શેર બાયબેકના પ્રસ્તાવને મંજૂરી આપે છે. બાદમાં કંપની બાયબેક માટે કાર્યક્રમની જાહેરાત કરે છે. તેમાં રેકોર્ડ ડેટ અને બાયબેકનો ઉલ્લેખ થાય છે. રેકોર્ડ ડેટનો અર્થ છે કે એ દિવસ સુધી જે રોકાણકારોની પાસે કંપનીના શેર હશે, તે બાયબેક અંતર્ગત પોતાનો શેર વેચી શકે છે.

X
Azim Premji, promoter companies sold shares worth Rs 7,300 crore in Wipro buyback scheme
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી