દુબઇ / અરામકોનો IPO રેકોર્ડ બ્રેક 2940 કરોડ ડૉલરે પહોંચ્યો

અરામકોની માર્કેટ કેપ 2 લાખ કરોડ ડોલરે પહોંચી ગઇ.
અરામકોની માર્કેટ કેપ 2 લાખ કરોડ ડોલરે પહોંચી ગઇ.

  • સાઉદીની અગ્રણી કંપનીએ વધારાના 45 કરોડ શેર વેચ્યા

Divyabhaskar.com

Jan 13, 2020, 02:11 AM IST
દુબઇ: સાઉદી અરબની અગ્રણી પેટ્રોલિયમ કંપની સાઉદી અરામકોનો આઇપીઓ રેકોર્ડ 2940 કરોડ ડોલરે પહોંચી ગયો છે. જે અગાઉ જાહેર આંકડા કરતા વધુ છે. કંપનીએ ‘ગ્રીન શૂ વિકલ્પ’નો ઉપયોગ કરી રોકાણકારોની માગ પૂરી કરવા માટે લાખો વધારાના શેર્સ વેચ્યા છે.
ટ્રેડિંગના બીજા દિવસે શેર 10 ડોલરે પહોંચી ગયો
કંપનીએ કહ્યું કે આઇપીઓ પ્રક્રિયા હેઠળ 45 કરોડ વધારાના શેર્સ વેચાયા છે. કંપનીનો મોટા ભાગનો હિસ્સો સરકાર પાસે છે. કંપનીએ 11 ડિસેમ્બર સ્થાનિક સાઉદી તદાવુલ એક્સચેન્જમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. ટ્રેડિંગના બીજા દિવસે શેર 10 ડોલરે પહોંચી ગયો. તેનાથી અરામકોની માર્કેટ કેપ 2 લાખ કરોડ ડોલરે પહોંચી ગઇ. તેની સાથે જ તે સહેલાઇથી વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઇ. વધારાના શેર્સ વેચવાનો મતલબ એ છે કે કંપનીએ જાહેરમાં પોતાના 1.7 ટકા શેર વેચ્યા છે. જો કે તે પહેલાં જ અરામકોનો આઇપીઓ વિશ્વનું સૌથી મોટું શેર્સ વેચાણ બની ગયું હતું.
X
અરામકોની માર્કેટ કેપ 2 લાખ કરોડ ડોલરે પહોંચી ગઇ.અરામકોની માર્કેટ કેપ 2 લાખ કરોડ ડોલરે પહોંચી ગઇ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી