રિપોર્ટ / અનિલ અંબાણીની 3 કંપનીઓ પર ફંડ ડાયવર્ઝનની શંકા, 5,500 કરોડ રૂપિયાની લેવડ-દેવડની તપાસ

Anil Ambani's 3 companies suspect of fund diversion; 5,500 crores worth of transactions;

  • ઈકોનોમિક ટાઈમ્સ ન્યુઝ પેપરના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે
  • રિપોર્ટ મુજબ એસબીઆઈની તપાસમાં ટ્રાન્ઝેકશનના ગોટાળાઓ બહાર આવ્યા છે

Divyabhaskar.com

Jul 10, 2019, 07:32 PM IST

મુંબઈઃ અનિલ અંબાણીની આરકોમ સહિત ત્રણ કંપનીઓ પર એસબીઆઈ અને અન્ય લેન્ડર્સ બેન્કોને ફન્ડ ડાયવર્ઝનનો શક છે. ઈકોનોમિક્સ ટાઈમ્સ ન્યુઝપેપરના રિપોર્ટમાં બુધવારે આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે એસબીઆઈની તપાસમાં અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓના 5,500 કરોડ રૂપિયાની લેવડ-દેવડ પર સવાલ ઉઠાવ્યા છે.

એવી કંપનીઓ સાથે ડીલ થઈ જેમાં રિલાયન્સ ગ્રુપના કર્મચારીઓ જ ડાયરેક્ટર હતાઃ રિપોર્ટ

  • રિપોર્ટના જણાવ્યા પ્રમાણે આરકોમ, રિલાયન્સ ટેલીકોમ અને રિલાયન્સ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ફન્ડ ફલોની તપાસમાં લોન આગળ વધારતા રહેવાની વાત બહાર આવી છે. રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન અને આ કંપનીઓની સાથે થયેલી પ્રેફરેન્શિયલ ડીલ પણ જાણવા મળી છે, જેમાં ગ્રુપના કર્મચારીઓ જ નિર્દેશક હતા. આ મામલામાં આગળ હજુ વધુ તપાસની જરૂર છે.
  • એસબીઆઈ ત્રણ કંપનીઓની મે 2017થી માર્ચ 2018 સુધીમાં લેવડ-દેવડ સંબધિત એક લાખથી વધુ એન્ટ્રીની તપાસ કરી રહી છે. રિપોર્ટ મુજબ, એ જાણવા મળ્યું છે કે ખુબ જ વધુ લેવડ-દેવડની કોઈ જરૂર ન હતી. માત્ર એડજેસ્ટમેન્ટ માટે એન્ટ્રી કરવામાં આવી છે.
  • ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, નેટીજન નામની કંપનીને મે 2017માં કેપિટલ એક્સપેન્ડેચર એડવાન્સ તરીકે 4,000 કરોડ રૂપિયા મળ્યા હતા. તેની સાથે જોડાયેલા ટ્રાન્ઝેક્શન રિલાયન્સ ગ્રુપની કંપનીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આટલી મોટી રકમને લઈને સવાલ ઉઠ્યા તો બાદમાં રકમને દેવું ગણાવવામાં આવી.
  • આરકોમે આરોપોથી ઈન્કાર કર્યો છે. કંપનીના પ્રવકતાએ રિપોર્ટને આધારહીન ગણાવ્યો છે. તે મુજબ જૂન 2017થી માર્ચ 2018 સુધી કંપનીના દેવાનું રિસ્ટ્રકચરિંગ કરવામાં આવી રહ્યું હતું અને તમામ લેવડ-દેવડ લેન્ડર્સની તપાસ હેઠળ હતી.
X
Anil Ambani's 3 companies suspect of fund diversion; 5,500 crores worth of transactions;
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી