કેમલ મિલ્ક / અમુલ આવતા સપ્તાહે દેશભરમાં ઊંટડીના દૂધનું વેચાણ શરુ કરશે

Amul will launch camel milk across the country next week
X
Amul will launch camel milk across the country next week

  • હાલમાં અમદાવાદમાં કેમલ મિલ્કનું વેચાણ થાય છે
  • 80 દિવસ સુધી વાપરી શકાય તે રીતનું પેકિંગ કરવામાં આવશે

Divyabhaskar.com

Jul 20, 2019, 12:28 PM IST

વિમુક્ત દવે, અમદાવાદ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે (જીસીએમએમએફ) પ્રથમવાર આ વર્ષે જાન્યુઆરીમાં 'અમૂલ' બ્રાન્ડ હેઠળ કેમલ મિલ્ક અમદાવાદની બજારમાં મુક્યું હતું અને હવે સારો પ્રતિસાદ મળતા અમુલ આવતા સપ્તાહે તેને સમગ્ર દેશમાં લોન્ચ કરશે. હાલમાં અમુલ કચ્છની સરહદ ડેરી મારફત ઊંટ પાલકો પાસેથી રોજનું અંદાજે 2000 લીટર દૂધ ખરીદ કરે છે જેમાંથી દૂધ અને ચોકલેટ બનાવવામાં આવે છે. અમૂલ ફેડરેશનના મેનેજીંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ divyabhaskar.comને જણાવ્યું હતું કે, અમે જયારે દેશભરમાં કેમલ મીલ્કનું વેચાણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે હવે 10,000 લીટર પ્રતિ દિવસ દૂધ વેચાણની અમને અપેક્ષા છે. કેમલ મિલ્ક મેળવવા ભૂજની સ્વૈચ્છિક સંસ્થા સહજીવન અને કચ્છ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મારફતે ઊંટ ઉછેરતા લોકોને સંગઠીત કરાયા છે અને તેમને લીટર દીઠ રૂ. 50 ચુકવવામાં આવે છે.

ફ્લેવર્ડ કેમલ મિલ્ક બજારમાં મુકવાની યોજના

અમૂલે અગાઉ કેમલ મિલ્ક અમુલે કેમલ મિલ્કના લોન્ચિંગ પહેલા ઊંટડીના દૂધમાંથી બનેલી ચોકલેટ બજારમાં રજૂ કરી હતી, જેને સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉપરાંત ફ્લેવર્ડ કેમલ મિલ્ક પણ બજારમાં મુકવાની અમૂલની યોજના છે.

2. સેલ્ફ લાઈફ વધારવા ટેટ્રા પેકમાં દૂધનું વેંચાણ કરાશે

કચ્છની સરહદ ડેરીના ચેરમેન વાલમજી હુંબલે જણાવ્યું હતુકે, ઊંટડીના દુધની સેલ્ફ લાઈફ સામાન્ય પેકિંગમાં 4 દિવસની છે. હવે જયારે આને સમગ્ર દેશમાં પહોચાડવાની તૈયારીઓ ચાલે છે તો તેની સેલ્ફ લાઈફ વધારવા માટે ટેટ્રા પેકમાં વેચાણ કરવામાં આવશે. તેનાથી ઊંટડીનું દુધ 80 દિવસ સુધી વપરાશમાં લઇ શકાશે.

3. કેમલ મિલ્ક ડાયાબિટીક વ્યક્તિ માટે લાભદાયી

કેમલ મિલ્ક પચવામાં આસાન હોય છે અને તેના ઘણા લાભ છે, જેમાં ઈન્સ્યુલીન જેવા પ્રોટીનનું ઉંચુ પ્રમાણ તેને ડાયાબિટીક વ્યક્તિ માટે લાભદાયી બનાવે છે. કેમલ મિલ્ક હજારો વર્ષથી વિવિધ સંસ્કૃતિઓમાં ઉપયોગમાં લેવાતુ આવ્યું છે. આરોગ્યના વિવિધ લાભ ધરાવતા આ દૂધને કારણે બજારમાં એક નવું ક્ષેત્ર ખૂલ્યું છે.

4. રાજસ્થાનની આદવિક ફૂડ્સ પણ કેમલ મિલ્ક વેચે છે

રાજસ્થાનના બીકાનેરની કંપની આદવિક ફૂડ્સ એન્ડ પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા ઘણા સમયથી કેમલ મિલ્કના વેચાણમાં સક્રિય છે. આ કંપનીએ 2017ની શરૂથી રાજસ્થાનના ઊંટ ઉછેરતા ખેડૂતો પાસેથી દૂધ લે છે અને તેના ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ પણ થઈ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી