રેકોર્ડ / એમેઝોનના CEO જેફ બેઝોસે રૂપિયા 1,172 કરોડમાં ઘર ખરીદ્યું, લોસ એન્જેલસમાં સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો

જેફ બેઝોસ ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે
જેફ બેઝોસ ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે

  • અગાઉનો રેકોર્ડ મીડિયા એક્ઝિક્યુટીવ લાશન મર્ડોઝના નામે છે, તેમણે 1065 કરોડમાં પ્રોપર્ટી ખરીદી હતી
  • બેઝોસનું નવું ઘર 9.4 એકરમાં ફેલાયેલ છે, તેમા ગોલ્ફ કોર્સ અને ટેનિસ કોર્ટ પણ છે
  • બેઝોસ અને તેમની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ છેલ્લા એક વર્ષથી ઘર શોધી રહ્યા હતા

Divyabhaskar.com

Feb 13, 2020, 02:53 PM IST

વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી શ્રીમંત અને એમેઝોનના CEO જેફ બેઝોસે લોસ એન્જેલસના બેવર્લી હિલ્સ શહેરમાં વિક્રમજનક 16.50 કરોડ ડોલર (1,172 કરોડ રૂપિયા)માં ઘર ખરીદ્યું છે. અમેરિકાના બિઝનેસ ન્યુઝ પેપર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણે બેઝોસે વોર્નર એસ્ટેટ મેન્સન મીડિયા બિઝનેસમેન ડેવિડ ગેફેન પાસેથી ખરીદ્યું છે. લોસ એન્જેલસમાં આ કોઈ અત્યાર સુધીની આ સૌ પ્રથમ વખત સૌથી મોંઘો સોદો થયો છે. આ અગાઉ મીડિયા એક્ઝિક્યુટીવ લાશન મર્ડોકે 2019માં ચાર્ટવેલ નામની પ્રોપર્ટી 15 કરોડ ડોલર (1,065 કરોડ રૂપિયા)માં ખરીદી હતી.

83 વર્ષ અગાઉ તૈયાર થયું હતું વોર્નર એસ્ટેટ

વોર્નર એસ્ટેટને વેચનાર ગેફેને તેને વર્ષ 1990માં 4.75 કરોડ ડોલરમાં ખરીદ્યું હતું. તેને વર્ષ 1937માં વોર્નર સ્ટુડિયો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેમા અનેક ગાર્ડન અને ગેસ્ટ હાઉસ છે. એક ટેનિસ કોર્ટ અને ગોલ્ફ કોર્સ પણ છે. જોકે, એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે બેઝોસ વોર્નર એસ્ટેટને તેનું મુખ્ય રહેઠાણ બનાવશે કે નહીં.

બેઝોસે ગયા વર્ષે પણ 554 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું
13,200 કરોડ ડોલર (9.37 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થ ધરાવતા બેઝોસના ભૂતપુર્વ પત્ની મેકેન્ઝીથી છૂટાછેડા લીધા હતા. બેઝોસ અને તેમની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજ એક વર્ષથની નવા ઘરની શોધમાં હતા. તેમણે ગયા વર્ષ ન્યુયોર્કમાં પણ 554 કરોડ રૂપિયામાં 12 બેડરૂમનુ ઘર ખરીદ્યું હતું.

X
જેફ બેઝોસ ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથેજેફ બેઝોસ ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી