ન્યુયોર્ક / ગૂગલ અને એપલને પાછળ પાડીને એમેઝોન વિશ્વની સૌથી વેલ્યુએબલ બ્રાન્ડ બની

Divyabhaskar.com

Jun 12, 2019, 02:50 PM IST
Amazon became the world's most valued brand by following Google and Apple
X
Amazon became the world's most valued brand by following Google and Apple

  • એમેઝોનની બ્રાન્ડ વેલ્યુ એક વર્ષમાં 52 ટકા વધીને 21.9 લાખ કરોડ થઈ
  • 12 વર્ષમાં પ્રથમ વાર એપલ કે ગૂગલ સિવાય કોઈ અન્ય કંપની બ્રાન્ડ વેલ્યુમાં નંબર-1 બની

ગેજેટ ડેસ્કઃ એમેઝોન હવે વિશ્વની સૌથી વધુ વેલ્યુએબલ બ્રાન્ડ બની ગઈ છે. એમેઝોને ગૂગલ અને એપલને પાછળ પાડી છે. એમેઝોનની બ્રાન્ડ વેલ્યુ 31,500 કરોડ ડોલર(લગભગ 21.9 લાખ કરોડ રૂપિયા) છે. છેલ્લા એક વર્ષમાં એમેઝોનની બ્રાન્ડ વેલ્યુમાં 52 ટકા વધારો થયો છે. એપલ બીજા સ્થાને છે.
 

2018માં ગૂગલને ટોપ સ્થાન મળ્યું હતું

1.

એપલન બ્રાન્ડ વેલ્યુ 30950 કરોડ ડોલર(21.49 લાખ કરોડ રૂપિયા)ની બ્રાન્ડ વેલ્યુની સાથે બીજા અને ગૂગલ 30900 કરોડ ડોલર(21.46) લાખ કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુની સાથે ત્રીજા સ્થાને છે.

2.

આ માહિતી કૈનટારની ગ્લોબલ બ્રાન્ડ રેકિંગથી બહાર આવી છે. આ રેન્કિંગ 2006થી દર વર્ષે બહાર પડી રહ્યું છે. છેલ્લા 12 વર્ષથી કાં તો ગૂગલ કે પછી એપલ નંબર-1 પર રહી હતી.

3.

2018માં ગૂગલને ટોપ સ્થાન મળ્યું હતું. ભારતીય બ્રાન્ડમાં એલઆઈસી સૌથી આગળ 68માં નંબર પર છે. તેની બ્રાન્ડ વેલ્યુ 1.4 લાખ કરોડ રૂપિયા છે.  

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી