રક્ષા / વાયુસેના 83 ફાઈટર વિમાનનો ઓર્ડર HALને આપશે, કિંમત 45 હજાર કરોડ રૂપિયા

Air Force will order 83 fighter aircraft to HAL, costing Rs 45,000 crore

  • વાયુસેનાએ બે વર્ષ પહેલા આ ફાઈટર વિમાનોને લઈને ટેન્ડર ઈશ્યૂ કર્યું હતું
  • સરકાર અને વાયુસેનાની વચ્ચે કિંમતને લઈને મામલો અટક્યો હતો

Divyabhaskar.com

Sep 06, 2019, 08:43 PM IST

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના અગામી બે સપ્તાહમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL)ને 45 હજાર કરોડ રૂપિયાનો ઓર્ડર આપશે. HAL આ રકમથી વાયુસેનાને 83 ફાઈટર પ્લેન બનાવીને આપશે. આ નિર્ણયથી રક્ષા ઉત્પાદનના સેકટરને મજબૂતી મળશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ડીલની 65 ટકા રકમ દેશમાં જ રહેશે. તેના ઉત્પાદનથી દેશમાં રોજગારના નવા વિકલ્પ સર્જાશે. વાયુસેનાએ બે વર્ષ પહેલા 83 ફાઈટર વિમાનો માટે ટેન્ડર ઈશ્યૂ કર્યું હતું. જોકે સરકાર અને વાયુસેનાની વચ્ચે તેની કિંમતને લઈને મામલો અટક્યો હતો, કારણ કે HAL દ્વારા કહેવામાં આવેલી કિંમત વધુ હતી.

રક્ષા મંત્રાલયની સમિતિએ કિંમતમાં સંશોધન કર્યું

રક્ષા વિભાગના વરિષ્ઠ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું કે રક્ષા મંત્રાલયમાં સંસાધનોની કિંમત નક્કી કરનારી સમિતિએ 83 ફાઈટર વિમાનની કિંમત 45,000 કરોડ રૂપિયા નક્કી કરી છે. અગાઉ HALએ આ કામ માટે 50 હજાર કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

આ એરક્રાફટની ડિઝાઈન DRDOએ બનાવી

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે લાઈટ કોમ્બેટ એરક્રાફટ(LCA) તેજસ લડાકુ વિમાનનું એડવાન્સ વર્ઝન છે. તેની ડિઝાઈન રક્ષા શોધ અને વિકાસ સંસ્થાને તૈયાર કર્યા છે. ગત વર્ષે ડીઆરડીઓ પ્રમુખ જી.સતીશ રેડ્ડીએ વાયુસેના અને રક્ષા મંત્રાલયની સામે ફાઈનલ ઓપરેશનલ ક્લિયરન્સ(એફઓસી) પ્રમાણપત્ર આપ્યું હતું.

પ્રથમ ચરણમાં 40 એરક્રાફટ આપવામાં આવશે

સૂત્રોએ જણાવ્યું કે બે વર્ષ પહેલા રક્ષા મંત્રાલયે તેના માટે 50,000 કરોડ રૂપિયાની પરવાનગી આપી હતી, પરંતુ સમિતિએ તેનુ મુલ્યાંકન કરીને તેની કિંમત 45 હજાર કરોડ રૂપિયા નક્કી કરી. હાલ માંગ મુજબ HAL અગામી 36 મહિનામાં પ્રથમ એલસીએ માર્ક 1એ પ્લેન વાયુસેનાને આપશે. તેમાં ઘણી નવી ટેકનીક અને નવી રડાર સિસ્ટમ હશે. પ્રથમ ચરણમાં લગભગ 40 એરક્રાફટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

X
Air Force will order 83 fighter aircraft to HAL, costing Rs 45,000 crore
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી