ઝટકો / IMF પછી રેટિંગ એજન્સી FITCHએ પણ ભારતના GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો

After IMF, rating agency FITCH also reduced India's GDP growth estimates

  • IMFએ આ નાણાકીય વર્ષમાં 4.8% ગ્રોથ રહેવાનો અંદાજ રજૂ કર્યો છે
  • FITCHએ 2020-21માં 5.5% ગ્રોથનો અંદાજ રાખવામાં આવ્યો છે

Divyabhaskar.com

Jan 22, 2020, 05:12 PM IST

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યા પછી હવે રેટિંગ એજન્સી ફિચ ઈન્ડિયાએ પણ ભારતો ગ્રોસ ડોમેસ્ટિક પોડક્ટ (GDP)ના અંદાજમાં ઘટાડો કર્યો છે. ફિચ ઈન્ડિયાએ કહ્યું છે કે, આગામી નાણાકીય વર્ષ 2020-21માં દેશનો વિકાસ દર સુસ્ત રહે તેવી શક્યતા છે. રેટિંગ એજન્સીના મત પ્રમાણે દેશના જીડીપીમાં માત્ર 5.5 ટકાનો વધારો થવાની શક્યતા રજૂ કરવામાં આવી છે.

ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2019-20ની સ્થિતિ તો ખરાબ જ રહી છે. તાજેતરમાં IMFએ આ નાણાકીય વર્ષ એટલે કે 2019-20માં ભારતનો જીડીપી 4.8 ટકા અને ભારત સરકારના સેન્ટ્રલ સ્ટેટસ્ટિક ઓફિસ (CSO)એ 5 ટકાનો વધારો થવાનો અંદાજ રજૂ કર્યો હતો. હવે ઈન્ડિયા રેટિંગ્સ પ્રમાણે આગામી વર્ષે આ વર્ષની સરખામણીએ સામાન્ય વધારો થવાની શક્યતા છે.

શું કહ્યું એજન્સીએ?

  • નોંધનીય છે કે, આ પહેલાં ગયા વર્ષે નવેમ્બર મહિનામા ફિચ ગ્રૂપની આ રેટિંગ એજન્સીએ ભારતના જીડીપીમાં આ વર્ષે એટલે કે 2019-20માં જીડીપીમાં 5.6 ટકાનો વધારો થવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. એજન્સીએ કહ્યું કે, પહેલાં તેમને લાગતુ હતું કે, આવતા વર્ષે થોડો સુધારો થશે પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા ઓછી માગ અને ઓછા રોકાણની મુશ્કેલીમાં ફસાઈ રહી છે.
  • ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના ઈકોનોમિસ્ટ સુનીલ સિન્હાએ કહ્યું, અમને આશા હતી કે નાણાકીય વર્ષ 2021માં થોડો સુધારો થશે. પરંતુ ભારતની ઘટતી જતી માંગ અને રોકાણના કારણે આગામી સમયમા જોખમ વધવાની શક્યતા જોવા મળી રહી છે. સિન્હાએ વધુમાં કહ્યું કે, ઘરેલુ માગ વધારવા અને અર્થવ્યવસ્થાને ઉંચાઈ પર લઈ જવા માટે સરકાર તરફથી મજબૂત પોલીસી રજૂ કરવાની જરૂર છે. પરંતુ વૈશ્વિક ટ્રેન્ડ પ્રેશરમાં છે. સમગ્ર દુનિયાની નિકાસ પર માઠી અસર થઈ છે. આવા વિવિધ કારણોથી પણ ભારતીય જીડીપી નીચે આવી રહ્યો છે. એજન્સીએ તેમના રિપોર્ટમાં મોંઘવારી વધવાનું, બેન્કિંગ સેક્ટરમાં નોન પ્રોફિટ એસેટ (NPA) વધવાનું અને કોર્પોરેટ સેક્ટરમાં રોકાણ ઘટવાનું જોખમ દર્શાવ્યું છે.

રૂપિયો પણ નબળો થશે
સમગ્ર દુનિયામાં જે પ્રમાણે આર્થિક સ્થિતિ જોવા મળી રહી છે તેને ધ્યાનમાં રાખતા આગામી સમયમાં ડોલર સામે રૂપિયો પણ નબળો થવાની શક્યતા છે. એજન્સીએ તેમના રિસર્ચમાં હાઈલાઈટ કર્યું છે કે, સરકારે અર્થવ્યવસ્થાને ઉંચી લાવવા માટે ઘણાં પ્રયત્નો કર્યા છે પરંતુ તેનાથી ઈકોનોમિને ખૂબ નહિવત્ ફાયદો થયો છે.

X
After IMF, rating agency FITCH also reduced India's GDP growth estimates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી