તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊડતી કાર બનાવતી ડચ કંપની વાઈબ્રન્ટમાં ભાગ લેશે, 2019-20માં પ્રથમ ગ્રાહકને ડિલિવરી આપશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
PAL-V કંપની દ્વારા વિકાસવાયેલી ઊડતી કાર - Divya Bhaskar
PAL-V કંપની દ્વારા વિકાસવાયેલી ઊડતી કાર
  • PAL-V ભારતમાં વ્યાવસાયિક તકો અંગે ચર્ચા કરશે
  • ભારતમાં પહેલીવાર ફ્લાયિંગ કારની ટેક્નોલોજી ચર્ચાશે 
  • એરબસ, ટોયટા જેવી મોટી કંપનીઓ પણ ઊડતી કાર બનાવવા સક્રિય
અમદાવાદ: આ વર્ષના વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિશ્વની પહેલી ઊડતી કાર બનાવનાર નેધરલેન્ડ્સની કંપની PAL-V ભાગ લેવા જઈ રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપનીના માલિક પોતે જ આ ઈવેન્ટમાં ભાગ લેશે અને સાથે જ ભારતમાં વ્યાવસાયિક તકો અંગે સરકાર અને ખાનગી કંપનીઓ સાથે ચર્ચા કરશે. વાઈબ્રન્ટ ગુજરાતના રોડ શો માટે રાજ્ય સરકારનું એક ડેલેગેશન નેધરલેન્ડ્સ ગયું હતું અને ત્યાં PAL-V સાથે ભારતમાં કંપનીની એન્ટ્રી અંગે ચર્ચા થઈ હતી. સરકારે એવા પણ પ્રયાસો કર્યા હતા કે ફ્લાઈંગ કાર વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન દર્શાવવામાં આવે પરંતુ સમયના અભાવે આમ કરવું શક્ય બન્યું ના હતું. 

1) કંપનીના સીઇઓ ભારતમાં બિઝનેસ વિકસાવવા અંગે ચર્ચા કરશે

ભારતમાં ઓટોમોબાઈલ અને ખાસ કરી ને કારનું માર્કેટ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, PAL-V એ ભારતમાં રહેલી વ્યાવસાયિક તકોને ઉજાગર કરવા માટે રસ દેખાડ્યો છે અને આના માટે વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન કંપનીના સીઇઓ સાથે ભારત અને ગુજરાત સરકારના અધિકારીઓ તેમજ ઓટો સેક્ટરની અમુક કંપનીઓ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત ફ્લાયિંગ કારની ટેક્નોલોજી અંગે પણ વિશેષ ચર્ચા વાઈબ્રન્ટના પ્લેટફોર્મ પર થશે.

એક રિપોર્ટ મુજબ વર્ષ 2040 સુધીમાં ફ્લાઈંગ કારનું માર્કેટ 1.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે તેવી અપેક્ષા છે. હાલમાં PAL-V ઉપરાંત, એરબસ, ટોયટા, રોલ્સ-રોયસ, કિટ્ટી હોક અને એરોમોબિલ જેવી કંપનીઓ ઊડતી કાર બનાવવા ઉપર કામ કરી રહી છે. 

પાલ વી નામની એક ઈનોવેટિવ ડચ કંપની પણ આ સમીટની મુલાકાત લઈ રહી છે. પાલ વી ફ્લાઈંગ કારના વિવિધ વેરિયન્ટનું ઉત્પાદન કરે છે અને 2019માં કે વર્ષ 2020ના પ્રારંભમાં પ્રથમ ગ્રાહકને ડિલીવરી આપવાનું આયોજન ધરાવે છે. જોકે, ભારતમાં આ ઊડતી કાર ક્યારે ડિલિવર થશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી. 

અન્ય સમાચારો પણ છે...