જાપાન / શેર બજાર સતત છ દિવસ બંધ રહેશે, વેપારીઓને મોટા ઘટાડોનો ભય

The share market will be closed for six consecutive days in japan
X
The share market will be closed for six consecutive days in japan

  • જાપાનમાં દરવર્ષે ગોલ્ડન વીકની ઉજવણી થાય છે, ક્રાઉન પ્રિન્સને રાજા બનાવાશે એટલે 10 દિવસ રજા
  • જાપાનમાં માર્કેટ બંધ રહેવાથી શેરની લે-વેચ થઈ શકશે નહીં
  • નવા વર્ષે 4 દિવસની રજા હતી ત્યારે શેરબજાર 5 ટકા ઘટ્યુ હતુ એટલે આ વખતે પણ વેપારીઓને મોટા ઘટાડાનો ડર

divyabhaskar.com

Apr 16, 2019, 04:09 PM IST
બિઝનેસ ડેસ્ક. જાપાનમાં 27 એપ્રિલથી 6 મે સુધી 10 દિવસની રજાઓ રહેશે. જે દરમિયાન બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત શેર માર્કેટ પણ બંધ રહેશે. જેના લીધે ટ્રેડર્સથી માંડી રેગ્યુલેટર સુધી તમામ ચિંતિંત બન્યા છે. જેનું મુખ્ય કારણ છે કે, જે દિવસો જાપાનમાં રજાઓ રહેશે ત્યારે વિશ્વમાં અનેક મોટી આર્થિક ઘટનાઓ ઘટશે. જેમ કે, 1 મેના અમેરિકી ફેડના વ્યાજદરો. જાપાનમાં માર્કેટ બંધ રહેવાથી શેરની લે-વેચ થઈ શકશે નહીં. જેથી ટ્રેડર્સ અસમંજસમાં મુકાયા છે. નવા વર્ષના અવસર પર ચાર દિવસોની રજાથી નિક્કેઈ ઈન્ડેક્સ 5 ટકા સુધી ઘટ્યુ હતું.

નવા વર્ષની ઉજવણી પર 4 દિવસની રજા પર શેર માર્કેટ 5 ટકા ગગડ્યુ હતુ

કરન્સી માર્કેટમાં પણ આ ભય સતાવી રહ્યો છે. વિશ્વભરમાં રોજિંદા તેમાં 100 લાખ કરોડથી વધુ સોદાઓ થાય છે. તારીખની તુલનાએ ટોક્યો માર્કેટ સૌથી પહેલાં ખુલે છે. અને ન્યુયોર્ક સૌથી અંતમાં બંધ થાય છે. નવા વર્ષના અવસર પર ટોક્યોના માર્કેટ બંધ હતા .તેથી 3 જાન્યુઆરીના શરૂ થતાં જ માર્કેટમાં અફરાતફરી સર્જાઈ હતી. 
ઓસ્ટ્રેલિયન ડોલર અને તુર્કી લીરા વેચવાનો ઓર્ડર મોટાપાયે જમા થયો હતો. જાપાની યેન એક દાયકામાં જેટલો મજબૂત હતો. તેની તુલનાએ સાત મિનિટમાં ઘટી ગયો હતો. 
3. ભારતીય માર્કેટમાં આ સપ્તાહે માત્ર 3 દિવસ ટ્રેડિંગ
આ સપ્તાહે ભારતીય સ્ટોક એક્સચેન્જ માત્ર 3 દિવસ ચાલુ રહેશે. બુધવારના મહાવીર જયંતિ અને શુક્રવારે ગુડ ફ્રાઈડેની રજા છે. સોમવારે જથ્થાબંધ ફુગાવોના આંકડા જારી થયા છે.
18 એપ્રિલના લોકસભા ચૂંટણીનું બીજા ચરણનું મતદાન યોજાશે. પરિણામોની સિઝન શરૂ થઈ ચૂકી છે. મોટી કંપનીઓના બજાર પરિણામો માર્કેટને પ્રભાવિત કરશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી