તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીએસટીમાં રાહત છતાં પ્રોપર્ટીના ભાવ ઘટવાની શક્યતા નહિંવત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • જ્યાં જમીનની કિંમત ઓછી ત્યાં ઘરના ભાવ વધશે 
 • ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ન મળવાથી બિલ્ડરના માર્જિન ઘટી જશે
 • નવા જીએસટી દર 1 એપ્રિલના રોજથી લાગૂ થશે
બિઝનેસ ડેસ્ક. જીએસટી કાઉન્સિલ દ્વારા નર્માણાધીન અને અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ પર ટેક્સ દર ઘટવાથી ડેવલોપર અને ઘર ખરીદદાર રાહત થવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ તેનાથી પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા જણાતી નથી. જે પ્રોજેક્ટમાં જમીનના ભાવ કુલ ખર્ચથી 40 ટકા ઓછા છે. ત્યાં બિલ્ડર ભાવ વધારી શકે છે.

જેએમ ફાઈનાન્સિયલના રિપોર્ટ અનુસાર, ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ન મળવાથી બિલ્ડરના માર્જિન ઘટી જશે. તેમજ બાંધકામ ખર્ચ પણ વધી રહ્યો છે.આથી પ્રોપર્ટીના ભાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી. આઈટીસી હટાવવાથી પ્રોપર્ટીના ભાવ વધી જશે

માગ ઘટવાથી તેમજ ઈન્વેન્ટરી વધવાના લીધે ઘર ખરીદતા લોકોને કોઈ રાહત મળશે નહીં. જીએસટી કાઉન્સિલે રવિવારના રોજ નિર્માણધીન પ્રોપર્ટી પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો હતો. તેમજ અફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટી 8 ટકાથી ઘટાડી 1 ટકા કર્યો છે. નવા દર1 એપ્રિલના રોજથી લાગૂ થશે.

પ્રોપટાઈગર.કોમના જણાવ્યા પ્રમાણે, અગાઉ ટેક્સ પર ટેક્સ લાગતો હતો. જે ડેવલપર્સને ટેક્સ ક્રેડિટ પેટે પરત મળતો હતો. હવે સરકારે ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ હટાવી દીધો છે.

જેને પગલે બિલ્ડર્સને થતુ નુકસાન ગ્રાહકો પાસેથી વસૂલાશે. ઈન્વેસ્ટર ક્લિનિકના સીઈઓ હની કટિયાલ જણાવે છે કે, નિર્માણ સાથે જોડાયેલા સિમેન્ટ જેવા અનેક રો મટીરિયલ્સ પર જીએસટી ઘટાડવામાં આવ્યો નથી. જેને પગલે પણ ડેવલપર્સનો ખર્ચ ઘટશે નહીં. જેના લીધે પ્રોપર્ટીના ભાવ વધવાની શક્યતા વધુ છે. જોકે, ડિમાન્ડ કેવી રહે છે તેના પર પણ ભાવ વધારાનો મુખ્ય આધાર રહેલો છે. માગ સામે પુરવઠો વધુ હોવાથી ઝડપી કિંમત વધે તેમ પણ જણાતુ નથી.

5) અફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટી 8 ટકાથી ઘટાડી 1 ટકા કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો