ઇ-કોમર્સ / સ્નેપડીલ કંપની 120 એન્જિનિયર્સની ભરતી કરશે

Snapdeal company will hire 120 engineers

  • 2017માં લોન્ચ થયેલી સ્નેપડીલ 2.0 સ્ટ્રેટેજી અંતર્ગત કામ કરી રહી છે
  • કંપનીનો બિઝનેસ વોલ્યુમ ત્રણ ગણો વધ્યો, ખર્ચમાં 90 ટકા ઘટાડો થયો છે

divyabhaskar.com

Apr 17, 2019, 12:07 PM IST

બિઝનેસ ડેસ્ક. ઈ-કોમર્સ કંપની સ્નેપડીલ પોતાની ટેક્નોલોજી ટીમ વિસ્તારી રહી છે. તે આ વર્ષે 120 એન્જિનિયર્સની ભરતી કરવાની યોજના ધરાવે છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓની હરીફ સ્નેપડીલે જણાવ્યુ હતુ કે, 2017માં લોન્ચ સ્નેપડીલ કંપની 2.0 સ્ટ્રેટેજી અંતર્ગત કામ કરી રહી છે. જેનાથી કંપનીનો બિઝનેસ વોલ્યુમ ત્રણગણો વધ્યો છે. ખર્ચમાં 90 ટકા ઘટાડો થયો છે.

સ્નેપડીલે 2018-19માં 150 નવા સભ્યોની ભરતી કરી હતી. જેમાં મોટાપાયે ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, પ્રોડક્ટ એન્ડ ડિઝાઈન વિભાગમાં ભરતી થઈ હતી. તદુપરાંત ખાસ વાત આ છે કે, કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓ કંપનીમાં પરત ફરી રહ્યા છે. મશીન લર્નિંગ, ગેમિફિકેશન, પર્સનલાઈઝેશન, વગેરે વિભાગોમાં 150 એન્જિનિયર્સની ભરતી કરાશે. 2017માં ટેકઓવર કરવા ફ્લિપકાર્ટે 6.5 હજાર કરોડની ઓફર કરી હતી.

X
Snapdeal company will hire 120 engineers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી