કરન્સી માર્કેટ / ડોલર સામે રૂપિયો સપ્તાહમાં 75 પૈસા ઊંચકાઇ અઢી માસની ટોચે 69.53 પહોંચ્યો

Divyabhaskar.com

Mar 14, 2019, 03:48 PM IST
Rupee strengthen against the dollar, height of two months, it reached 69.53
X
Rupee strengthen against the dollar, height of two months, it reached 69.53

  • વૈશ્વિક સોનું ફરી $1300 ક્રોસ, સ્થાનિકમાં રૂપિયાની રિકવરીથી સુધારો અટક્યો 
  • હેજફંડો, સેન્ટ્રલ બેન્કની ખરીદી પર ધ્યાન, ફેડ વ્યાજ વધારે તો ફરી ઘટાડાના સંકેત 

બિઝનેસ ડેસ્ક. બૂલિયન માર્કેટમાં ફરી મજબૂતી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય સોનું 1300 ડોલરની સપાટી કુદાવી 1310 ડોલર આસપાસ ક્વોટ થતું હતું પરંતુ સ્થાનિકમાં કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં ઝડપી રિકવરી થવાના કારણે સુધારો નહિંવત્ રહ્યો છે. ફેડરલ રિઝર્વ આગામી સમયમાં વ્યાજ વધારો આપે છે કે કેમ અને સેન્ટ્રલ બેન્કોની ખરીદી કેવી રહે છે તેના પર તેજીનો આધાર છે.

મલેશિયાએ પામ નિકાસ પર ઝીરો ટેક્સ જાળવ્યો

1.અમેરિકામાં જોબ ડેટા નબળો આવવા સાથે હેજફંડો, સેન્ટ્રલ બેન્કોની ધીમી ખરીદીના કારણે સોનામાં મજબૂતી જોવા મળી છે. સોના સાથે ચાંદી પણ ઉંચકાઇ 15.55 ડોલર બોલાઇ ગઇ છે. સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનું 200ના સુધારા સાથે 33400 અને ચાંદી નજીવી રેન્જમાં અથડાઇ 39200 ક્વોટ થતી હતી.
2.નવી દિલ્હી ખાતે સોનું 235ના સુધારા સાથે 33385 અને ચાંદી 130 વધી 39710 બોલાતી હતી. મુંબઇ સોનું 32375 અને ચાંદી 38395 બોલાતી હતી. હાજર બજાર સાથે વાયદામાં પણ ભાવ સપાટી મજબૂત રહી હતી. ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજ વધારો આપે છે કે કેમ તેમજ સેન્ટ્રલ બેન્કો, હેજફંડોની ખરીદી સાથે ડોલર ઇન્ડેક્સની ચાલ પર પણ વધઘટનો આધાર રહેલો છે. 
3.સેન્ટ્રલ બેન્કોની ખરીદી સાથે વેચાણ પણ વધી રહ્યું છે. જાન્યુઆરી માસમાં 48 ટનની ખરીદી સાથે 13 ટનથી વધુનું વેચાણ રહ્યું હતું. ગોલ્ડ રિઝર્વમાં ભારત વિશ્વમાં પહેલા 10 ક્રમમાં પણ સામેલ નથી. અમેરિકા 8134 ટન સાથે પહેલા ક્રમે રહ્યું છે. જ્યારે જર્મની બીજા ક્રમે 3370 ટન, આઇએમએફ 2814 ટન, ઇટલી 2452 ટન રિઝર્વ ધરાવે છે જ્યારે ભારત અગિયામા ક્રમે માત્ર 607 ટનની ગોલ્ડ રિઝર્વ ધરાવે છે. 
4.મલેશિયાએ એપ્રિલ માસ માટે ક્રૂડ પામ ઓઇલ પર તેની નિકાસ ડ્યૂટી ઝિરો રાખી હોવાનું રાષ્ટ્રીય કસ્ટમ્સ વિભાગ દ્વારા રજૂ કરાયેલા એક પરિપત્રમાં જણાવ્યું હતું. સપ્ટેમ્બર માસથી અત્યાર સુધી ઝિરો ડ્યુટી લાગુ કરી છે. મલેશિયા પામ ઓઇલ માટેનું બીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક છે. એપ્રિલ માસમાં 2,056.04 રિંગિટ ($ 502.70) પ્રતિ ટનની પામ ઓઇલ કિંમત દર્શાવાઇ છે. માર્ચ માસમાં તારીખ 1-10 સુધીમાં મલેશિયન પામ તેલ ઉત્પાદનોની નિકાસ 10.7 ટકા વધીને 435464 ટન રહી છે જે ફેબ્રુઆરીમાં 1-10 તારીખ દરમિયાન 393353 ટનથી વધી હતી.
5.કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત બનતા દેશમાં આયાતમાં ફરી વધારો થઇ શકે છે. દેશમાં ખાદ્યતેલોની આયાત ચાલુ વર્ષે વધીને 145 લાખ ટનથી વધે તેવા સંકેતો છે. સ્થાનિકમાં નબળી માગ અને વૈશ્વિક બજારોમાં ભાવ સપાટી નરમ રહેતા ભાવ ઢીલા રહ્યાં છે જોકે, ઉનાળુ મગફળીનું વાવેતર-ઉત્પાદન ઘટશે તેવા અહેવાલે આજે સિંગતેલમાં ભાવ 20 વધી ફરી ડબ્બા દીઠ 1700ની સપાટી ઉપર ક્વોટ થતા હતા. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી