વસૂલાત / નીરવ મોદીની 13 લક્ઝરી કારની 25મીથી હરાજી થશે

nirav Modi's 13 luxury cars will be auctioned from 25th
X
nirav Modi's 13 luxury cars will be auctioned from 25th

  • ઈડીએ 22 ફેબ્રુઆરીએ નીરવ મોદીની 100 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી
  • નીરવની કારની યાદીમાં રોલ્સ રોઈસ ઘોસ્ટથી માંડી હોન્ડા બ્રાયો સુધીની કાર છે

divyabhaskar.com

Apr 14, 2019, 09:39 AM IST
બિઝનેસ ડેસ્ક. ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની જપ્ત કરાયેલી લક્ઝરી કારની હરાજી 25 એપ્રિલથી થશે. ઈડીએ 22 ફેબ્રુઆરીએ નીરવ મોદીની 100 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી તેમાં શેર, લક્ઝરી કાર, વગેરેનો પણ સમાવેશ થતો હતો. હવે આ કારની હરાજીની મંજૂરી મળી ગઈ છે. નીરવની કારની યાદીમાં રોલ્સ રોઈસ ઘોસ્ટથી માંડી હોન્ડા બ્રાયો સુધીની કાર છે. ઇડી નીરવ પાસેથી 12500 કરોડની રકમ વસૂલવા માગે છે. 

નીરવ મોદીની કાર અને તેની કિંમત

કાર બેઝ કિંમત
રોલ્સ રોઇસ ઘોસ્ટ 1.38 કરોડ
મર્સિડિઝ બેન્ઝ 37.8 કરોડ
મર્સિડિઝ બેન્ઝ 14 લાખ
હોન્ડા બ્રાયો 2.38 લાખ
હોન્ડા બ્રાયો 2.66 લાખ
ઇનોવા 8.75 લાખ
હોન્ડા સીઆરવી 10.15 લાખ
ફોર્ચ્યુનર 9.10 લાખ
સ્કોડા સુપર 5.25 લાખ
કોરોલા 3.50 લાખ
બીએમડબલ્યુ 9.80 લાખ
ઇનોવા 10.50 લાખ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી