તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂ. 50,000 કરોડના ડિફોલ્ટર એસ્સાર સ્ટીલ માટે તેના શેર હોલ્ડર્સની ઓફર સ્વીકૃતિ પર ફેસલો 31 જાન્યુઆરી સુધીમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • NCLTએ એસ્સાર સ્ટીલ એશિયાની બિડની મેઇન્ટેનેબિલિટી પરનો ચુકાદો રિઝર્વ રાખ્યો
  • IBC માટેના ટ્રિબ્યુનલમાં એસ્સાર સ્ટીલને લઈને 35 જેટલા કેસ લિસ્ટ થયેલા છે
  • એસ્સાર સ્ટીલનો સમગ્ર મામલો શરૂઆતથી જ ચડાવ-ઉતારવાળો રહ્યો છે

અમદાવાદ. અંદાજે રૂ. 50,000 કરોડનું દેવું ધરાવતી એસ્સાર સ્ટીલ ઈન્ડિયા લિમિટેડને ખરીદવા માટે તેની જ શેરહોલ્ડિંગ કંપની એસ્સાર સ્ટીલ એશિયા હોલ્ડિંગની સેટલમેંટ ઓફર સ્વીકારી શકાય કે નહીં તેને લઈને ચાલતા કેસમાં આજે સોમવારે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ની અમદાવાદ બેન્ચમાં સુનાવણી પૂર્ણ થઈ હતી અને બેન્ચે પોતાનો ચુકાદો 31 જાન્યુઆરી સુધીમાં આપશે તેમ કહ્યું હતું. જ્યારે એસ્સાર સ્ટીલને લગતા અન્ય કેસોની સુનાવણી ત્યારબાદ હાથ ધરવામાં આવશે. એસ્સાર સ્ટીલ પર ઇન્સોલ્વેંસી એન્ડ બેન્કરપ્સી કોડ 2016 (IBC)હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. જે અંતર્ગત એસ્સાર સ્ટીલ ડિફોલ્ટ થતાં ધિરાણ આપનાર બેંકો દ્વારા તેને વેચવા માટેની પ્રક્રિયા ગત વર્ષે હાથ ધરાઇ હતી.

આ કેસમાં આર્સેલર મિત્તલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ એવી દલીલ કરી હતી કે IBCના સેક્શન 12A હેઠળ જે કંપની પર કાર્યવાહી ચાલતી હોય તેના પ્રમોટર્સ કે પછી તેની સાથે કોઈપણ રીતે સંકળાયેલા વ્યક્તિ કે સંસ્થા તરફથી મળેલી ઓફરને માન્યતા આપી શકાય નહીં. તેની સામે એસ્સાર સ્ટીલ એશિયા હોલ્ડિંગના વકીલે એવી દલીલ કરી હતી કે અમારી પ્રપોઝલ આર્સેલર મિત્તલની ઓફર કરતાં ઘણી મોટી છે અને એટલા માટે જ અમારી સેટલમેંટ ઓફર વિચારણામાં લેવી જોઈએ.

વર્ષ 2018ની શરૂઆતમાં આર્સેલર મિત્તલે એસ્સાર સ્ટીલ માટે પોતાની બિડમાં ફેરફાર કરીને બેન્કોને રૂ. 42,000 કરોડની ઓફર કરી હતી. આ સાથે જ બેંકોની સમિતિએ પણ તેની ઓફરને માન્યતા આપી હતી. ત્યારબાદ એવું માણતું હતું કે હવે એસ્સાર સ્ટીલ આર્સેલર મિત્તલ પાસે જતી રહેશે પરંતુ જ્યારે આ ઓફર NCLT અમદાવાદ બેન્ચ પાસે મંજૂરી માટે મૂકવામાં આવી તેના થોડા સમય પહેલાં જ એસ્સાર સ્ટીલની શેર હોલ્ડિંગ કંપની એસ્સાર સ્ટીલ એશિયા હોલ્ડિંગે રૂ. 54,000 કરોડથી પણ વધુની ઓફર કરી અને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)માં જઈને પોતાના દ્વારા થયેલી ઓફર પર વિચારણા કરવા માટે કરવામાં આવી હતી. આના કારણે સમગ્ર મામલો ફરી કાયદાકીય ગૂંચવણમાં મૂકયો હતો અને એસ્સાર સ્ટીલ ખરીદવા માટેની લડાઈ વધુ એગ્રેસિવ બની હતી.

એસ્સાર ગ્રુપના પ્રોમોટર્સ દ્વારા શરૂઆતથી જ એસ્સાર સ્ટીલને પછી મેળવવા માટે અલગ અલગ રીતે પ્રયાસો થયા છે. અગાઉ ન્યુમેટલના માધ્યમથી એસ્સાર સ્ટીલના પ્રોમોટર્સ રુઈયા બંધુઓએ પ્રયત્નો કર્યા હતા અને ત્યારે પણ આર્સેલર મિત્તલ અને ન્યુમેટલ વચ્ચે NCLT, NCLAT અને સુપ્રીમ કોર્ટમાં લાંબી લડત ચાલી હતી. IBC કાયદા મુજબ જે કંપનીઓ બિડિંગ પ્રોસેસમાં ભાગ લઈ રહી છે તેની પર કે તેની કોઈ પણ કંપની પર ઋણ હોવું ના જોઈએ તેમજ તે કંપનીને મૂળ પ્રમોટર્સ સાથે કોઈ સંબંધ ના હોવો જોઈએ. આ વાતને લઈને ન્યુમેટલ રેસમથી નિકળી ગઈ હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે આર્સેલર મિત્તલને તેની હિસ્સેદારીવાળી ઉત્તમગાલ્વાનું તમામ ઋણ ચૂકતે કરશે તો જ તેને એસ્સાર સ્ટીલ માટેની બિડિંગમાં ભાગ લેવા દેવા કહેવાયું હતું. 

એસ્સાર સ્ટીલને ખરીદવાની રેસમાં રહેવા માટે સુપ્રીમ કોર્ટના કહ્યા મુજબ આર્સેલર મિત્તલે પોતાની હિસ્સેદારી વાળી ઉત્તમગાલ્વાનું તમામ રૂ. 9,000 કરોડનું દેવું ચૂકતે કરી આપ્યું હતું. આ સાથે જ તેણે એસ્સાર સ્ટીલ માટેની બિડ વધારીને રૂ. 42,000 કરોડ કરી હતી અને સાથે જ જો એસ્સાર સ્ટીલ તેને મળે છે તો આવતા અમુક વર્ષોમાં તેમાં રૂ. 7,000 કરોડનું રોકાણ કરવાની પણ તૈયારી બતાવી હતી. 

NCLTમાં એસ્સાર સ્ટીલ એશિયા હોલ્ડિંગે અત્યાર સુધી એવી દલીલો કરી છે કે અમે મૂળ પ્રમોટર્સ હોવાથી અમારા સેટલ્મેંટ પ્લાનને પણ બેંકરોએ વિચારધીન લેવો જોઈએ. કંપનીએ એવો દાવો કર્યો હતો કે, અગાઉ જ્યારે આ બાબતે કમેટી ઓફ ક્રેડિટર્સનો સંપર્ક કરાયો ત્યારે તેમણે એસ્સાર સ્ટીલ એશિયા હોલ્ડિંગની ઓફરને સંબલવાનો ઇનકાર કર્યો હતો. સામે પક્ષે બેંકરો એવું કહેતા હતા કે, જ્યારે IBC હેઠળ કાર્યવાહી શરૂ કરી ત્યારે એસ્સાર સ્ટીલના પ્રમોટર્સને ઋણ ચુકવણી માટે કહેવાયું હતું અને ત્યારે તેમણે 'પૈસા નથી' તેમ કહીને દેવું ચૂકવવા ઇનકાર કર્યો હતો. આના કારણે બેન્કર્સ એસ્સાર સ્ટીલ એશિયા હોલ્ડિંગની ઓફરને સ્વીકારવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...