તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
1) આ જોડાણથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જણાવતા હાઇટેક ડિવાઇસ ઉપલબ્ધ બનશે
ભારતમાં ડાયાબિટીસનાં સૌથી વધુ દર્દીઓ છે, ત્યારે એનાં નિદાન અને એની પર નજર રાખવી પડકારજનક છે. ડાયાબિટીસનાં વ્યવસ્થાપનનું મહત્ત્વપૂર્ણ પાસું શુગરનાં સ્તર પર નજર રાખવાનું છે. લોહીમાં ગ્લુકોઝ પર નજર રાખવાથી (લોહી લેવું અને એનું પરીક્ષણ કરવું) લઇને એનાં પર સતત નજર રાખવા માટે ગાર્ડિયન કનેક્ટ અત્યાધુનિક ઉપકરણ છે, જે અગાઉથી લોહીનાં વધારે અને ઓછા શુગરનાં પ્રમાણનો 10થી 60 મિનિટમાં અંદાજ મેળવી એલર્ટ મોકલે છે. આ એલર્ટ નોટિફિકેશન મોબાઇલ ફોન પર નિયમિત સમયાંતરે નિયમિતપણે પોપ અપ થતાં ટેક્સ્ટ મેસેજની જેમ યુઝરનાં સ્માર્ટફોન (અથવા એપલ વોચ) પર પોપ અપ થાય છે. ઉપકરણમાં ટેક્સ્ટ મેસેજીસ મારફતે રિમોટ મોનિટરિંગ એલર્ટ અને વેબ એપ જેવી ખાસિયતો પણ સામેલ છે, જેને કોઈ પણ ઇન્ટરનેટ સાથે જોડાયેલા ઉપકરણમાંથી મેળવી શકાશે. ઉદાહરણ તરીકે, કિશોરવયની અને ડાયાબિટીસ ધરાવતાં બાળકનો સીજીએમ ડેટા માતાપિતા જોઈ શકે છે તથા રિયલ-ટાઇમમાં વધારે અને ઓછા માપ માટે એલર્ટને મેળવે છે.
આ જોડાણ અંગે જણાવતાં ઇન્ડિયા મેડટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડન્ટ મદન ક્રિષ્નને કહ્યું હતું કે, "ગ્લુકોઝ પર સતત નજર રાખવાનાં ક્ષેત્રમાં મેડટ્રોનિકની નવીનતા અને ઇન્સ્યુલિન પમ્પે ડાયાબિટીસનાં વ્યવસ્થાપનને પરિવર્તિત કર્યું છે.
ગાર્ડિયન કનેક્ટ ટેકનોલોજીકલ સફળતા છે, જે ડાયાબિટીસની સારવારનાં અભિગમને બદલી નાંખશે. આ દર્દીને રિયલ-ટાઇમમાં અને ફિઝિશિયનને ડેટા અને પુરાવા સાથે સંપૂર્ણ સક્ષમ બનાવે છે. ડાયાબિટીસનાં વધારે દર્દીઓ ધરાવતાં ભારત જેવા મોટાં દેશમાં અમે એવા પાર્ટનર સાથે જોડાણ કરીને ખુશ છીએ, જે ડાયાબિટીસનાં મેનેજમેન્ટનાં પડકારોને સમજે છે અને દેશભરમાં અમારાં સોલ્યુશનને લઈ જશે."
એરિસ લાઇફસાયન્સિસનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અમિત બક્ષીએ કહ્યું હતું કે, " ડાયાબિટીસમાં દર્દીનાં શ્રેષ્ઠ પરિણામ માટે અમારું માનવું છે કે દવા, ભોજનનો સંપૂર્ણ અભિગમ તથા સતત નજર રાખવી મહત્ત્વપૂર્ણ છે. ટેકનોલોજી હેલ્થકેરમાં મોટી સુવિધા બની ગઈ છે. જ્યારે ટેકનોલોજી દર્દી અને ફિઝિશિયન પર હેલ્થકેર પ્રદાનને પરિવર્તિત કરે છે, ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો અને ટેકનોલોજી કેવી રીતે ડાયાબિટીસને સરળ બનાવી શકે છે એ અંગે વધારે જાગૃતિ લાવવાની જરૂર છે. આ પહેલ મારફતે અમારો ઉદ્દેશ દર્દીઓ અને ફિઝિશિયનને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે નવી ટેકનોલોજીનો સ્વીકાર કરવા માટે તૈયાર કરવાનો છે."
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.