તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાન્યુઆરીમાં સરેરાશ બે ટકા સુધી ઘટી 9.180 મિલિયન ટન નોંધાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક સ્તરે 64 દેશોમાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરી 2019 માં 146.70 મિલિયન ટન રહ્યું 
  • જાપાન અને દક્ષિણ કોરિયાએ અનુક્રમે 8.1 એમટી અને 6.2 એમટીનું ઉત્પાદન કર્યું
  • ઇટાલીમાં 2, ફ્રાંસ 1.2 એમટી, યુક્રેન 1.9, બ્રાઝિલ 2.9 એમટી અને ટર્કી 2.6 એમટીનું ઉત્પાદન થયું

બિઝનેસ ડેસ્ક. વર્લ્ડ સ્ટીલ એસોસિયેશન અહેવાલ મુજબ ભારતનું ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરીમાં સરેરાશ બે ટકા સુધી ઘટી 9.180 મિલિયન ટન નોંધાયું છે. ગતવર્ષે આ સમયગાળામાં 9.354 એમટીનું રહ્યું હતું. વૈશ્વિક સ્તરે 64 દેશોમાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરી 2019 માં 146.70 મિલિયન ટન રહ્યું છે જે ગતવર્ષની તુલનાએ નજીવું વધ્યું છે. 

 

ગત માસમાં ચીનનું ઉત્પાદન 75.013 મિલિયન ટન હતું, 2018માં 71.887 મિ.ટનની તુલનાએ 4.3 ટકા વધ્યું હતું. ચીન વિશ્વનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે.જાપાન અને દક્ષિણ કોરિયાએ અનુક્રમે 8.1 એમટી અને 6.2 એમટીનું ઉત્પાદન કર્યું હતું. યુ.એસ.નું ઉત્પાદન 7.6 મેટ્રિક હતું, જેગતવર્ષથી 11 ટકા વધ્યું હતું. ઇટાલીમાં 2, ફ્રાંસ 1.2 એમટી, યુક્રેન 1.9, બ્રાઝિલ 2.9 એમટી અને ટર્કી 2.6 એમટીનું ઉત્પાદન થયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો