અદાણી પાવર / હવે દર મહિને વીજળીના દરોનું મૂલ્યાંકન થશે, ગ્રાહકો પર ભારણ વધી શકે

divyabhaskar.com | Updated - Apr 13, 2019, 05:25 PM
CERC approved new PPA plan of Adani power will cost the consumers
X
CERC approved new PPA plan of Adani power will cost the consumers

  • સીઇઆરસીએ અદાણી પાવરના નવા ટેરિફ પ્લાનને મંજૂર કર્યો
  • મંજૂર થયેલા નવા પીપીએ પ્લાન મુજબ દર મહિને ટેરિફ બદલાઈ શકે છે
  • આયાતી કોલસાનો ભાવ વધતાં અદાણીનો મુંદ્રા પાવર પ્લાન્ટ ખોટ કરી રહ્યો છે
  • અદાણી પાવરની ખોટ વીજ વપરાશકારોને મોંઘી પડી શકે છે

અમદાવાદ: લાંબા સમયથી આર્થિક રીતે ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહેલી અદાણી ગ્રુપની અદાણી પાવર માટે રાહતરૂપ ચુકાદો આવ્યો છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને (સીઇઆરસી) શુક્રવારે અદાણી પાવરના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (પીપીએ)ની નવી શરતોને મંજૂરી આપી દીધી હતી. નવી શરતો મુજબ દર મહિને એનર્જીના દરોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેના આધારે ટેરિફ નક્કી થશે. જાણકારોના મતે આમ થવાથી ગ્રાહકો પર ભારણ વધી શકે છે.  ઘણા લાંબા સમયથી ગૂંચવાયેલો આ સમગ્ર મામલો અદાણીના ગુજરાતમાં મુંદ્રા ખાતે આવેલા 4,620 મેગાવોટના પાવર પ્રોજેકટ સાથે સંકળાયેલો છે જે આયાતી કોલસા પર નિર્ભર છે. કોલસાના ભાવ વધી જવાથી અદાણીને ભારે ખોટ વેઠવી પડે છે. અદાણીએ જાન્યુઆરી 2018માં આ પ્લાંટમાંથી ગુજરાતને વીજળી આપવાનું બંધ કરી દીધું હતું જેના કારણે સરકારે એક્સ્ચેંજ તેમજ ઓપન માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળી ખરીદવી પડી હતી જેનું ભારણ પણ ગ્રાહકો પર આવી રહ્યું છે.

અદાણીની ખોટ પ્રજાના ખિસ્સામાંથી પુરાશે

1.અદાણી પાવર ઘણા લાંબા સમયથી ખોટ કરી રહ્યું છે. તેના થર્મલ પાવર પ્લાંટને ચલાવવા માટે કોલસો વિદેશથી આયાત કરવો પડે છે જેના ભાવ પાછલા અમુક વર્ષોમાં ઘણા વધી જતાં કંપનીએ પીપીએ મુજબ રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓને જાન્યુઆરી 2018થી પાવર સપ્લાય બંધ કરી દીધો હતો. કંપનીએ લગભગ 8 મહિના સુધી સરકારી કંપનીઓને પાવર નહીં આપતા સરકારે એનેર્જી એક્સ્ચેન્જ પરથી મોંઘા ભાવે વીજળી ખરીદવી પડી હતી. હવે જ્યારે સીઇઆરસીએ પીપીએ માટે નવી શરતો માન્ય રાખી છે ત્યારે ફરી વીજ વપરાશકારોના ખિસ્સા પર બોજો વધશે તેમ જાણકારોનું માનવું છે.
વીજદરોમાં દર મહિને ફેરફાર થશે
2.નવી શરતો મુજબ અદાણી પોતાની ખોટ સરભર કરી શકે તે માટે વીજદરોનું માસિક ધોરણે મૂલ્યાંકન કરી અને તેમાં ફેરફાર કરી શકે છે. વર્તમાન સંજોગોમાં ભાવ વધે તેવી સંભાવના વધુ છે કેમ કે ઉનાળા દરમિયાન વીજળીનો વપરાશ ઘણો વધી જાય છે જેના કારણે વીજ ઉત્પાદકોને ઉત્પાદન વધારવું પડે છે. કંપની વીજ માગના આધારે એનર્જી ચાર્જ વસૂલાશે જેનું ભારણ આખરે ગ્રાહકો પર જ આવશે. જૂના પીપીએ મુજબ અદાણીએ રૂ. 2.35 પ્રતિ યુનિટ લેખે પાવર સપ્લાય આપવાનો હતો.
ગુજરાત સરકારે ભાવ વધારવા નિર્દેશ આપ્યા હતા
3.સીઇઆરસીનો ચુકાદો આવે તે પહેલા જ ગુજરાત સરકારે અદાણીની તરફેણ કરી ગુજરાત ઈલેકટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન(GERC)ને અદાણી પાવરનું પ્રતિ યુનિટનું ભાડું વધારવા નિર્દેશ આપ્યા હતા. જીઇઆરસીને ઇલેક્ટ્રિસિટી એકટના સેક્શન-108 અંતર્ગત અદાણીનું પ્રતિ યુનિટનું ભાડું જાન્યુઆરી 2019થી વધારીને 94 પૈસા કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સેક્શન હેઠળ લોકોના હિતનું ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ સરકારે અહીં માત્ર અદાણીના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો હોય તેવું જાણકારો માની રહ્યા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App