પ્રવેશ / એશિયન ગ્રેનિટોની સેનિટરીવેર ક્ષેત્રે એન્ટ્રી, જૂનથી દેશભરમાં લોન્ચ કરશે

એજીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલનો ફાઇલ ફોટો
એજીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલનો ફાઇલ ફોટો
X
એજીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલનો ફાઇલ ફોટોએજીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલનો ફાઇલ ફોટો

  • આગામી ચાર-પાંચ વર્ષમાં રૂ. 100 કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક
  • આગામી સમયમાં તેનું પોતાનું ઉત્પાદન એકમ પણ ઊભું કરશે

divyabhaskar.com

Apr 19, 2019, 05:12 PM IST
અમદાવાદ: ભારતની સૌથી મોટી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી ગુજરાતની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) વોશ બેઝિન્સ, વોટર ક્લોઝેટ્સ, યુરિનલ્સ સહિતના ઉત્પાદનોમાં 160 સ્ટોક કિપિંગ યુનિટ્સ (એસકેયુ) સાથે સેનિટરીવેર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. કંપની જૂનથી દેશભરમાં એજીએલ સેનિટરીવેરનું કોમર્શિયલ લોન્ચિંગ કરશે. એજીએલ સેનિટરીવેર બિઝનેસમાં વિસ્તરણ માટે આશરે રૂ. આઠ કરોડનું રોકાણ કરશે અને આ બિઝનેસ થકી આગામી ચાર-પાંચ વર્ષમાં રૂ. 80-100 કરોડનું ટર્નઓવર થવાનો અંદાજ છે.

પ્રારંભિક તબક્કે મોરબી તેમજ ચીનથી આઉટસોર્સ કરશે

એજીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, સેનિટરીવેરમાં વિસ્તરણ કંપનીની વિકાસ વ્યૂહરચનાનો જ ભાગ છે. કંપની એસેટ લાઈટ અને કેપિટલ લાઈટ બિઝનેસ મોડલ પર ધ્યાન આપી રહી છે. અમારી વ્યૂહરચનાને આગળ ધપાવતાં અમે આઉટસોર્સિંગ મોડલ હેઠળ સેનિટરીવેરમાં પ્રવેશ કરી રહ્યા છે જેના હેઠળ પ્રારંભિક તબક્કે સ્થાનિક બજારોમાંથી સોર્સિંગ કરાશે અને યુરોપ તથા ચીનમાંથી આયાત પણ થશે. કંપની આગામી સમયમાં તેનું પોતાનું ઉત્પાદન એકમ પણ ઊભું કરશે. સેનિટરીવેર માટે કંપની 30 એક્સક્લુઝિવ ડિસ્ટ્રીબ્યુટર્સ, 100 ડિલર્સ અને લગભગ 200-250 સબ-ડિલર્સ નિયુક્ત કરવાની કામગીરી હાથ ધરી રહી છે.
2. સેનિટરીવેર માટે રૂ. 8 કરોડનું રોકાણ કરશે
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે, એજીએલ સેનિટરીવેર દેશભરમાં જૂન 2019માં કોમર્શિયલ કામગીરી શરૂ કરશે. આ પ્રોજેકટ માટે અમે રૂ. 8 કરોડનું રોકાણ કરીશું. આગામી ચાર-પાંચ વર્ષમાં સેનિટરીવેરથી કંપનીને રૂ. 80-100 કરોડનો બિઝનેસ મળશે તેવો અમને અંદાજ છે.આજે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ ભારતની ટોચની ત્રણ સિરામિક ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને આગામી વર્ષોમાં સેનિટરીવેર બિઝનેસમાં પણ આવી જ સિદ્ધિ હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
3. દેશમાં સેનિટરીવેર ઉદ્યોગનું કદ અંદાજે રૂ. 4,500 કરોડ
કંપનીના જણાવ્યા મુજબ ભારતમાં સેનિટરીવેર ઉદ્યોગ લગભગ રૂ. 4,500 કરોડનો છે અને વર્ષે અંદાજે 10-12%ના દરે વિકસી રહ્યો છે. ગુજરાતમાં મોરબી વિસ્તાર જ ભારતના ટાઈલ્સ અને સેનિટરીવેર પ્રોડક્ટ્સના મામલે આશરે 65-70% હિસ્સો ધરાવે છે અને અહીં 800થી વધુ ફેક્ટરીઝ છે. આ ક્ષેત્રે 60% એક્મો સંગઠિત છે જ્યારે 40% એકમો અસંગઠિત છે. અમે સેનિટરીવેર માટે તેના હાલના ટાઈલ્સ માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો ઉપયોગ કરીશું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી