લંડન / 9 હજાર કરોડની બેન્કલોનનો મામલો, લો પૈસા, ને પૂરી કરો વાત: વિજય માલ્યા

Divyabhaskar.com

Apr 20, 2019, 01:21 AM IST
વિજય માલ્યાની ફાઈલ તસવીર
વિજય માલ્યાની ફાઈલ તસવીર

 • ભાગેડુ લિકરકિંગની ફરી લોન ભરવાની રજૂઆત
 • SBIએ કરદાતાઓનાં નાણાં કાનૂની જંગ પાછળ બરબાદ કર્યા

લંડન: ભાગેડુ લિકરકિંગ વિજય માલ્યાએ ફરી એકવાર લોન ભરપાઈ કરવાની રજૂઆત કરતા કહ્યું છે કે સ્ટેટ બેન્ક ભારતીય કરદાતાઓના નાણા બ્રિટનમાં કાનૂની જંગ પાછળ બરબાદ કરી રહી છે. આના કરતાં તો તેમની પાસેથી નાણા વસૂલી લેવામાં આવે તે સારું છે. તેઓ લોન ભરપાઈ કરવા તૈયાર છે. બ્રિટનની વડી અદાલતે માલ્યાના લંડનના બેન્ક ખાતામાં રહેલા 2 લાખ 60 હજાર પાઉન્ડ જપ્ત કરવાના વચગાળાના આદેશને ફગાવી દીધા બાદ માલ્યાએ ફરી આ વાત કરી છે.

માલ્યાએ ટ્વિટર પર લખ્યું હતું કે સ્ટેટ બેન્કના વડપણ હેઠળની બેન્કો ખોટી રીતે બ્રિટનની અદાલતમાં તેમની સામે કેસ કરી રહી છે. બ્રિટનમાં એસબીઆઈના વકીલ ભારતીય કરદાતાઓના નાણાના જોરે તેમની સામે કાનૂની જંગ લડી રહ્યા છે. સ્ટેટ બેન્કે આનો જવાબ આપવો જોઈએ.

મીડિયાને પણ આડેહાથે લેતા માલ્યાએ કહ્યું કે મીડિયાને સનસની ખેજ હેડિંગ પસંદ આવે છે. કોઈ એમ કેમ નથી પૂછતું કે સ્ટેટ બેન્ક વકીલો પાછળ બ્રિટનમાં કેટલો ખર્ચ કરે છે અને તેમની પાસેથી કેટલા નાણા વસૂલાશે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટને માલ્યાના પ્રત્યાર્પણ માટે મંજૂરી આપી દીધી છે. હવે છેલ્લી મંજૂરી લેવાની બાકી છે.

કઈ બેન્કના કેટલાં નાણાં ડૂબેલાં છે

બેન્ક રકમ રૂ. (કરોડમાં)
એસબીઆઈ 1600
પીએનબી 800
આઈડીબીઆઈ 800
બીઓઆઈ 650
બીઓબી 550
યુનાઈટેડ બેન્ક 430
સેન્ટ્રલ બેન્ક 410
યુકો બેન્ક 320
કોર્પોરેશન બેન્ક 310
આઈઓબી 140
ફેડરલ બેન્ક 90
અન્ય બેન્ક 100
X
વિજય માલ્યાની ફાઈલ તસવીરવિજય માલ્યાની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી