તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશની 75 કંપની પાસે એટલી રોકડ કે જે પાછી અપાય તો શેરધારકો રૂપિયા 1.10 લાખ કરોડ સુધી શ્રીમંત બની શકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • BSE 500 કંપનીના 2017-18નાં પરિણામોનો અભ્યાસ કરીને તૈયાર કરેલો રિપોર્ટ

નવી દિલ્હી: દેશની 75 કંપની પાસે વધારાની કેશ એટલી છે, જે પાછી આપવામાં આવે તો શેરધારકોને રૂ. 1.10 લાખ કરોડ મળી શકે. બીએસઈ 500માં સામેલ કંપનીઓના ડિવિડન્ડ બાયબેકના આંકડાનું વિશ્લેષણ કર્યા પછી આ વિગત સામે આવી છે. પ્રોક્સી એડવાઈઝર ફર્મ ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર એડવાઈઝરી સર્વિસીસે (આઈઆઈએએસ) 2017-18ના પરિણામોનું વિશ્લેષણ કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

પ્રોક્સી સલાહકાર ફર્મ શેરહોલ્ડર મીટિંગમાં વોટ આપવા માટે શેરધારકોને આપે છે. આઈઆઈએએસના રિપોર્ટ પ્રમાણે, આ કંપનીઓ બેલેન્સ શીટમાં દેખાતી કેશનો અડધો હિસ્સો ડિવિડન્ડ કે બાયબેકની મદદથી શેરધારકોમાં વહેંચી શકે છે. રૂ. 1.10 લાખ કરોડનો આંકડો 75 કંપનીના ટેક્સ ચૂકવ્યા પછીના નફાના આધારે નક્કી કરાયો છે. આ આંકડો બીએસઈ 500 કંપની દ્વારા અપાયેલા રૂ. 62,100 કરોડના ડિવિડન્ડથી ઘણો વધુ છે.

આઈઆઈએએસ દ્વારા ગયા વર્ષે આ કંપનીઓ પાસે રૂ. 34 હજાર કરોડ વધારાની કેશનું અનુમાન કર્યું હતું. જોકે, તાજા આંકડા આશરે ત્રણ ગણા વધારે છે. આ રિપોર્ટ પ્રમાણે, 75 કંપનીનો નફો 2017-18માં 8%ના દરે વધ્યો છે, જ્યારે બીએસઈ 500 કંપનીઓના સરેરાશ નફામાં એક ટકાનો ઘટાડો થયો છે. 75 કંપનીઓની કેશ 7% વધી છે, જ્યારે બીએસઈ 500 કંપનીઓની કેશમાં ફક્ત 2% વધારો થયો છે.

75 કંપનીએ બીએસઈ 500 ઈન્ડેક્સથી સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તેમાંથી 37 કંપનીઓના રિટર્નમાં વાર્ષિક સ્તરે ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ પ્રમાણે, સરપ્લસ કેશ હોવાથી મેનેજમેન્ટ દ્વારા અસુરક્ષિત નિર્ણયો લેવાની શક્યતા વધી જાય છે. મોટા ભાગના પ્રમોટરોએ શેર મૂકીને દેવું લીધું હોય છે. પ્રમોટરનું દેવું ચૂકવવા મદદ માટે કંપની જટિલ ફાઈનાન્સિયલ ઈન્સ્ટ્રુમેન્ટ થકી આ વધારાની કેશનો ઉપયોગ કરી શકે છે. આ બાબત બીજા રોકાણકારોના હિતમાં નથી હોતી. 

માલદાર કંપનીઓ: બીએસઈ 500 કંપનીના 2017-18નાં પરિણામોનો અભ્યાસ કરીને તૈયાર કરેલો રિપોર્ટ 

2018-19માં બાયબેકમાં 58%નો વધારો થયો: ગયા વર્ષે શેર બાયબેકમાં 58% વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2017-18માં 12 કંપનીએ અને 2018-19માં 19 કંપનીએ શેર બાયબેક કરવાની જાહેરાત કરી હતી. તેમાં મોટાભાગની સરકારી કંપનીઓ હતી. 

હોલ્ડિંગ વધારવા માટે પ્રમોટર બાયબેક કરે છે : સરપ્લસ કેશ રાખનારી કંપનીઓ શેર ભાવમાં ઘટાડો રોકવા શેર બાયબેક કરે છે. કંપનીનો કંટ્રોલ ના જતો રહે એ માટે પણ શેર બાયબેક કરાય છે. 

વધુ કેશ ધરાવતી અગ્રણી દસ કંપની 

 કંપનીસરપ્લસ કેશ
 (કરોડ રૂ.માં)પ્રતિ શેર(રૂ.)
હિંદુસ્તાન ઝિંક16,71139.5
આઈટીસી11,428.109.4
વિપ્રો10,915.5024.1
ટીસીએસ9,723.6050.8
બજાજ7,863.70271.8
ઈન્ફોસીસ5,640.9025.8
બીએચઈએલ5,603.7015.3
હીરો મોટર્સ3,556.40178.1
આઈશર મોટર્સ2,656.20974.6
બોશ2,618.90858.1
અન્ય સમાચારો પણ છે...