ગ્રોથ / રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 10% વધી 10362 કરોડ, જિયોનો નફો 65% વધ્યો

Divyabhaskar.com

Apr 19, 2019, 08:34 AM IST
Reliance Industries profit increased 10 percent to Rs 10362 crore, jio profit increased 65 percent
X
Reliance Industries profit increased 10 percent to Rs 10362 crore, jio profit increased 65 percent

  • કંપનીનું ગ્રોસ રિ‌ફાઇનિંગ માર્જિન બેરલદીઠ 8.2 ડોલર રહ્યું
  • કંપનીની આવક વાર્ષિક ધોરણે 19.4 ટકા વધીને 154110 કરોડ થઈ
  • કંપનીનો રિટેલ બિઝનેસ 77 ટકાની વૃદ્ધિ સાથે 1923 કરોડ રહ્યો

બિઝનેસ ડેસ્ક. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ-2019ના અંતે પુરા થતા ચોથા ત્રિમાસિક ક્વાર્ટર માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 9.8 ટકા વૃદ્ધિ સાથે 10362 કરોડ (રૂ.9438 કરોડ) નોંધાવ્યો છે. જે ડિસેમ્બર ક્વાર્ટરની તુલનાએ 1.1 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે ત્રિમાસીક ગાળાનો નફો રૂા.10000 કરોડથી વધુ હોય તેવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની પહેલી કંપની છે. કંપનીની આવકો વાર્ષિક ધોરણે 19.4 ટકા વધી 154110 કરોડ (રૂા.129120 કરોડ) પહોંચી છે. જ્યારે ઇપીએસમાં 9.7 ટકાનો વધારો થઇ 17.5 રહી હતી. કંપનીનું ગ્રોસ રિ‌ફાઇનિંગ માર્જિન બેરલદીઠ 8.2 ડોલર રહ્યું છે. કંપનીનો રિટેલ બિઝનેસ 77 ટકાની વૃદ્ધિ સાથે 1923 કરોડ રહ્યો છે.

વિશ્વના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્ક્સમાં જીઓ સામેલ

1.નાણાંકિય વર્ષ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કોન્સોલિડેટેડ આવક 44.6 ટકાની વૃદ્ધિ સાથે 622809 કરોડ (રૂા.430731 કરોડ) નોંધાઇ છે. નિકાસ વધીને 224391 કરોડ રહી છે. ઘસારા, વ્યાજ અને કર પહેલાનો નફો 30.8 ટકાની વૃદ્ધિ સાથે 83918 કરોડ (રૂા.64176 કરોડ) રહ્યો છે. 
2.રિલાયન્સ જીઓએ 300 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સને સાંકળી લીધા છે. આ ઉપરાંત ડેટા અને વોઇસ ટ્રાફિકમાં ઝડપી વૃદ્ધિ થઇ રહી છે. જિઓ નેટવર્કએ 3 એક્ઝાબાઇટ્સને આવરી લેતા વિશ્વની સૌથી મોટા મોબાઇલ નેટવર્ક્સમાં સ્થાન મેળવ્યું છે. જિયો 4 જી એલટીઈ નેટવર્ક ટૂંક સમયમાં દરેકને આવરી લેશે. ગતિશીલતા વ્યવસાયના સફળ અમલીકરણ પછી, જીયો હવે ભારતના કેટાપલ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુકેશ અંબાણી, ચેરમેન-એમડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. 
જિયોનો નફો 65% વધી 840 કરોડ
3.ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિઓનું સ્થાન સતત મજબૂત બની રહ્યું છે. 300 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સને સાંકળી લીધા છે. આ ઉપરાંત ડેટા અને વોઇસ ટ્રાફિકમાં ઝડપી વૃદ્ધિ થઇ રહી છે. કંપનીના ગ્રાહકોની સતત વધી રહેલી સંખ્યાના કારણે ચોખ્ખા નફામાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાઇ છે. 
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી