ભારતનો જીડીપી વૃદ્ધિદર વધી 2019માં 7.2 ટકા રહેશે : ADB

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના કારણે વૃદ્ધિ દર ધીમો પડશે
  • 2020 માં 7.3 ટકાના દરે વૃદ્ધિ સાધશે તેવો એબીડીનો દાવો
બિઝનેસ ડેસ્ક.દેશમાં વપરાશ વૃદ્ધિ, નીચા વ્યાજદર અને ખેડૂતોની આવકમાં વધારો થવાના કારણે 2019માં જીડીપી ગ્રોથ વધીને 7.2 ટકા રહેશે તેવો નિર્દેશ એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)એ દર્શાવ્યો છે. જ્યારે 2020 માં 7.3 ટકાના દરે વૃદ્ધિ સાધશે તેવો ઉલ્લેખ કર્યો છે. એશિયન ડેવલપમેન્ટ આઉટલુક 2018 માં બેંકે દેશની વૃદ્ધિને 7 ટકા રહેવાની શક્યતા દર્શાવી હતી. તેનાથી વિપરીત, મજબૂત વપરાશ ભારતમાં વૃદ્ધિને કારણે 2018માં 7 ટકાથી વધીને 2019માં 7.2 ટકા અને 2020 7.3 ટકાની સપાટીએ પહોંચે તેવો અંદાજ મુક્યો છે. નીચા વ્યાજના દરો અને સ્થાનિક માંગને વેગ મળવા સાથે ખેડૂતોની આવકમાં વધારો થવાના કારણે સપોર્ટ મળશે.

1) ગ્રોથ રેટ ચાલુ વર્ષે 6.8 ટકા રહ્યો

આ ઉપરાંત છેલ્લા બજેટમાં સરકારે આવકવેરા મર્યાદા વધારીને પાંચ લાખ કરી દેવામાં આવતા લોકોની ખરીદ શક્તિમાં વધારો થશે જેની પણ પોઝિટીવ અસર જોવા મળશે. અહેવાલ અનુસાર સાઉથ એશિયામાં પણ ગ્રોથ મજબૂત રહેશે. ગ્રોથ રેટ ચાલુ વર્ષે 6.8 ટકા અને આગામી વર્ષે 6.9 ટકાના દરે વૃદ્ધિ સાધશે. આ ક્ષેત્ર આસપાસના મોટાભાગના અર્થતંત્રોમાં સ્થાનિક વપરાશ મજબૂત બનવા સાથે વિસ્તરણ સાથે વૃદ્ધિ જોવા મળશે એમ એડીબીના ચીફ ઇકોનોમિસ્ટ યાસુયુકી સવાડાએ જણાવ્યું હતું. 

એડીબીએ અમેરિકા, યુરોપિયન યુનિયન (ઇયુ) માં ધીમો સંયુક્ત વૃદ્ધિ, અને આ વર્ષે 1.9 ટકા જાપાનીઝ અર્થતંત્રોની વૃદ્ધિની આગાહી કરી હતી અને 2020માં ઘટીને 1.6 ટકા રહેવાનો નિર્દેશ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના કારણે વૃદ્ધિ દર ધીમો પડશે. ચીનનો આર્થિક વૃદ્ધિ 2018માં 6.6 ટકાથી ઘટીને 2019માં 6.3 ટકા અને 2020માં ઘટીને 6.1 ટકા રહેવાનો અંદાજ દર્શાવાયો છે. 2019માં વૈશ્વિક વૃદ્ધિ અગાઉ અપેક્ષિત કરતાં ધીમી રહેશે.