સ્ટાર્ટઅપ / એગ્રો વેસ્ટમાંથી કપ અને પ્લેટ બનાવશે ક્રિયા લેબ્સ, ગ્રામીણોને રોજગાર, ખેડૂતોને આવક મળશે

IIT students new start up action labs will create in ludhiyana
X
IIT students new start up action labs will create in ludhiyana

  • લુધિયાણામાં પ્રથમ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવશે 
  • કૃષિ કચરો બાળવાથી થતાં પ્રદૂષણને અટકાવવા આઈઆઈટીના વિદ્યાર્થીઓનું સ્ટાર્ટઅપ

Divyabhaskar.com

Apr 16, 2019, 04:10 PM IST
બિઝનેસ ડેસ્ક.દેશભરના ખેડૂતો દરવર્ષે ઓક્ટોબરમાં કૃષિ કચરો બાળે છે. નિંદામણની લણણી બાદ જમીન સાથે જોડાયેલા મૂળિયાને બાળવામાં આવે છે. કૃષિ કચરો બાળવાથી નાઈટ્રોજન ઓક્સાઈડ, મિથેન, કાર્બન ડાયોક્સાઈડ જેવા હાનિકારક વાયુ હવાને પ્રદુષિત કરે છે. જે અસ્થમા, બ્રોંકાઈટિસ ઉપરાંત નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી અનેક બિમારીઓનું કારણ બને છે. હરિયાણા અને પંજાબમાં કૃષિ કચરો બાળવાથી પ્રદુષણ દરવર્ષે વિવાદમાં રહે છે. જેનાથી નવી દિલ્હીમાં પણ પ્રદુષણ ફેલાય છે.

દેશમાં દરવર્ષે આશરે 80 લાખ કૃષિ નિંદામણ બાળવામાં આવે છે

નાસા અર્થ ઓબ્જર્વેટરી અનુસાર, દેશમાં દરવર્ષે આશરે 80 લાખ કૃષિ નિંદામણ બાળવામાં આવે છે. આઈઆઈટી દિલ્હીથી બીટેક કરનારા ત્રણ વિદ્યાર્થીઓ અંકુર કુમાર, કણિકા પ્રજાપત, અને પ્રાચીર દત્તાએ કૃષિ નિંદામણની સમસ્યાને દૂર કરવા બાયો ફ્રેન્ડલી ઉકેલ શોધી કાઢ્યો છે. જેની મદદથી કૃષિ નિંદામણને બાયોડિગ્રેડેબલ કટલરી કપ, પ્લેટ જેવા સ્વરૂપમાં બદલી શકાય છે. જેનાથી પ્લાસ્ટિકના કપ-પ્લેટનો ઉપયોગ પણ ઘટાડી શકાય છે. સ્ટાર્ટઅપને શરૂઆતમાં આઈઆઈટી દિલ્હીમાં ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર નામની સોસાયટી તરફથી મદદ મળી હતી. 
આ ફાઉન્ડેશન વિદ્યાર્થીઓને ફંડિંગ હાંસિલ કરવામાં મદદ, ઓપરેશનલ ગાઈડલાઈન ઉપલબ્ધ કરાવવા અને માર્કેટિંગની રીત શીખવે છે. ક્રિયા લેબ્સના 3 ફાઉન્ડર્સે પોતાના પ્રોજેક્ટ પર કામ કરવા પ્લેસમેન્ટમાં મળેલી નોકરીઓ ઠુકરાવી હતી. એક વર્ષની ડિઝાઈન ઈનોવેશન ફેલોશિપ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની નીધિ સીડ સપોર્ટ દ્વારા ફંડિંગ મળશે. તેનો પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવ્યો છે. 
ક્રિયા લેબ્સના સીઈઓ અંકુર જણાવે છે કે, અમારૂ લક્ષ્ય નિંદામણને કોમર્શિયલ વેલ્યુ આપવાનો છે. જ્યારે ખેડૂતોને તેનો લાભ મળશે ત્યારે તે બાળવાને બદલે ફેક્ટરીમાં નિંદામણ વેચશે. પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન પણ મળશે. અંકુર, કણિકા અને પ્રાચીરે પોતાની ટેક્નોલોજીની પેટન્ટ પણ કરાવી છે. ક્રિયા લેબ્સ આ વર્ષના અંતમાં પંજાબના લુધિયાણામાં પ્રથમ પ્રોસેસિંગ યુનિટ લગાવશે. 
4. કઈ રીતે ટેક્નોલોજી કામ કરે છે
ક્રિયા લેબ્સના ચીફ ટેક્નોલોજી ઓફિસર કણિકાએ જણાવ્યુ કે, અમે જે મશીન ડેવલોપ કર્યો છે. તેમાં પહેલાં પ્રાકૃતિક કેમિકલની મદદથી કૃષિ નિંદામણમાં ઉપલબ્ધ ઓર્ગેનિક પોલિમરને સેલ્યુલોજથી અલગ કરી પલ્પ તૈયાર કરે છે. આ પ્લપ સેમી સોલિડ હોય છે. જેની સૂકવી ભેજ દૂર કરવામાં આવે છે. અને બાદમાં તેમાંથી કપ, પ્લેટ જાર વગેરે બનાવવામાં આવે છે. 
5. એક યુનિટનો ખર્ચ 1.5 કરોડ
ક્રિયા લેબ્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રાચીર દત્તાએ જણાવ્યા પ્રમાણે, એક યુનિટ લગાવવનો ખર્ચ આશરે રૂ. 1.5 કરોડ છે. જેનાથી રોજિંદા 4થી 5 ટન પલ્પ તૈયાર કરવામાં આવશે. આશરે 800 એકર જમીનના નિંદામણને પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. એક ટન કૃષિ કચરામાંથી 0.7 ટન પલ્પ મળે છે. જેનાથી 70 પ્લેટ બનાવી શકાશે. 
6. ક્રિયા લેબ્સનું બિઝનેસ મોડેલ
ક્રિયા લેબ્સ પાર્ટનરશિપ મારફત યુનિટ સ્થાપશે. કૃષિ કચરાના કલેક્શનનું કામ મોટા ખેડૂતોને સોંપવામાં આવશે. જે ખેડૂત પોતાના ખેતરો અને નાના ખેડૂતોના ખેતરમાંથી નિંદામણ એકત્ર કરશે. યુનિટ મેનેજમેન્ટ એક કિગ્રા કૃષિ કચરા માટે રૂ.3 ચૂકવશે. એક એકર જમીનનો કૃષિ કચરા માટે આશરે રૂ. પાંચ હજાર ચૂકવશે. નાના અને મોટા ખેડૂતોની આવક વધશે. કૃષિ કચરામાંથી બનાવેલો પલ્પ ક્રિયા લેબ્સ ખરીદી કપ-પ્લેટ બનાવતી કંપનીઓને વેચશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી