તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતની 60 ટકા કંપનીઓને સાયબર હુમલાનો ભય, સાયબર સિક્યોરિટીનો અભાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિઝનેસ ડેસ્ક. ભારતમાં આશરે 60 ટકા કંપનીઓને ભય છે કે, સાયબર સિક્યોરિટીથી ઈન્ટનેટમાં સતત અસ્થિર સ્થિતિ સર્જાઈ છે. એક્સેન્ચરના રિપોર્ટ અનુસાર, આશરે 77 ટકા લોકો માને છે કે, ડિજિટલ ઈકોનોમીનો વિકાસ ત્યાં સુધી શક્ય નથી, જ્યાં સુધી ઈન્ટરનેટ સિક્યોરિટી સેવાને વધુ શ્રેષ્ઠ નથી કરાતી. સાયબર હુમલાને લીઘે આગામી પાંચ વર્ષમાં 5.2 લાખ કરોડ ડોલર(રૂ. 360 લાખ કરોડ)નું નુકસાન થઈ શકે છે. પરિણામે આગામી પાંચ વર્ષમાં સાયબર ગુનેગારોની ટોળકી વધી જશે. 

આ રિપોર્ટ દુનિયાના 1,700 સીઈઓ સાથે વાતચીત કરી બનાવ્યો છે. ભારતમાંથી સર્વેમાં ભાગ લેનારા 60 ટકા અધિકારીઓ માને છે કે, સાયબર સિક્યોરિટી માટે જુદી-જુદી સંસ્થાઓ, કંપનીઓએ ભેગા મળી કામ કરવુ પડશે. કોઈ એકલી કંપની કે સંસ્થા તેને દૂર કરી શકતી નથી. 

સાયબર હુમલાને લીઘે આગામી પાંચ વર્ષમાં 5.2 લાખ કરોડ ડોલર(રૂ. 360 લાખ કરોડ)નું નુકસાન થઈ શકે છે. પરિણામે આગામી પાંચ વર્ષમાં સાયબર ગુનેગારોની ટોળકી વધી જશે. ટેક્નોલોજીના સતત વધી રહેલા વ્યાપના કારણે પણ સાઇબર હુમલાઓ સતત વધી રહ્યાં છે. 

અન્ય સમાચારો પણ છે...