તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્યાઓમીના ફાઉન્ડર બોનસમાં મળેલા 6631 કરોડ રૂપિયાના શેરનું દાન કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટફોન કંપનીના ફાઉન્ડર અને સીઈઓ લે જૂનને 2018 માટે બોનસ મળ્યું છે
  • જૂનની નેટવર્થ 11 અબજ ડોલર, વિશ્વના 500 અબજોપતિઓના લિસ્ટમાં તેમનો 126મો નંબર છે
બીજિંગઃ સ્માર્ટફોન કંપની શ્યાઓમીના ફાઉન્ડર અને સીઈઓ લે જૂન (49)ને 96.1 કરોડ ડોલર(6,631 કરોડ રૂપિયા)ની વેલ્યુના 63.66 કરોડ શેર બોનસમાં મળ્યા છે. કંપનીમાં જૂનના યોગદાન માટે તેમને આ બોનસ આપવામાં આવ્યું છે. જૂન તમામ શેરનું દાન કરશે. કંપનીએ બુધવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે. જોકે એમ જણાવવામાં આવ્યું ન હતું કે દાન કોને આપવામાં આવશે. 

1) શ્યાઓમીનો શેર ગત વર્ષે હોન્ગકોન્ગમાં લિસ્ટ થયો હતો

ચીનમાં ગત વર્ષે સ્માર્ટફોનનું વેચાણ ઘટવાને કારણે શ્યાઓમીના શેરની કિંમતમાં ઘટાડો થયો છે. તેને સેમસંગ, એપલ, હુવાવે, ઓપ્પો અને વીવોની સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. 10 વર્ષ જૂની કંપની શ્યાઓમીનો શેર ગત વર્ષે જુલાઈમાં હોન્ગકોંગના શેર બજારમાં લિસ્ટ થયો હતો. 

શ્યાઓમીના શેરમાં ઘટાડો છતાં નેટવર્થ 11 અબજ ડોલર (75,900) છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે વિશ્વના 500 અબજોપતિઓના લિસ્ટમાં તેમનો 126મો નંબર છે.

રિસર્ચ ફર્મ આઈડીસીના જણાવ્યા પ્રમાણે 2018માં શ્યોઓમી વિશ્વની ચોથી મોટી સ્માર્ટફોન કંપની હતી. ગત વર્ષ કંપનીનો હેન્ડસેટ ડિલિવરી ગ્રોથ 32.2 ટકા રહ્યો.