આંકડા / જથ્થાબંધ મોંઘવારી દર ફેબ્રુઆરીમાં વધીને 2.93% રહ્યો, પ્રાથમિક વસ્તુઓના ભાવ વધવાની અસર

Divyabhaskar.com

Mar 14, 2019, 03:08 PM IST
WPI inflation stood at 2.74 per cent during february 2018
X
WPI inflation stood at 2.74 per cent during february 2018

  • મોંઘવારી દરમાં 4 મહીનામાં પ્રથમ વાર વધારો થયો, જે જાન્યુઆરીમાં 2.76% હતો
  • પ્રાથમિક વસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર વધીને 4.84% રહ્યો, જાન્યુઆરીમાં 3.54% હતો

 
 

નવી દિલ્હીઃ જથ્થાબંધ મોંઘવારી  દર ફેબ્રુઆરીમાં વધીને 2.93 ટકા રહ્યો છે. જાન્યુઆરીમાં તે 2.76 ટકા હતો. તે 10 મહીનામાં સૌથી ઓછો હતો. પ્રાથમિક વસ્તુઓ, ઈંધણ અને વિજળીની કિંમતોમાં વધારો થવાને કારણે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો થયો છે. સરકારે ગુરૂવારે આ આંકડાઓ બહાર પાડ્યા છે.

ઈંધણ-વિજળી સેગમેન્ટનો જથ્થાબંધ મોંઘવારી દર 2.23% થયો

1.પ્રાથમિક વસ્તુઓ જેવી કે બટાકા, ફળ અને દૂધનો જથ્થાબંધ મોંઘવારી દર ફેબ્રુઆરીમાં વધીને 4.84 ટકા રહ્યો હતો. જાન્યુઆરીમાં તે 3.54 ટકા હતો. ઈંધણ અને વિજળી સેગમેન્ટનો જથ્થાબંધ મોંઘવારી દર 1.85 ટકાથી વધીને 2.23 ટકા પર પહોંચી ગયો છે.
2.મોંઘવારી દરમાં 4 મહીનામાં પ્રથમવાર વધારો થયો છે. તે નવેમ્બરથી જાન્યુઆરી સુધી સતત ઓછો રહ્યો હતો. ડિસેમ્બર 2018માં 3.46 ટકા, નવેમ્બરમાં 4.64 ટકા અને ઓક્ટોબરમાં 5.28 ટકા હતો.
રિટેલ મોંઘવારી દરમાં પણ વધારો થયો છે
3.ખાવા-પીવાની ચીજોના ભાવ વધવાથી ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દર 2.57 ટકા નોંધાયો છે. તે ચાર મહીનામાં સૌથી અધિક છે. રિટેલ મોંઘવારી દરના આંકડા મંગળવારે આવ્યા હતા.
4.રિટેલ મોંઘવારી હાલના મહીનામાં સતત રિઝર્વ બેન્કના લક્ષ્ય 4 ટકાથી નીચે છે. આ કારણે માનવામાં આવે છે કે 4 એપ્રિલે મોનિટરી પોલિસીની રિવ્યું મિટિંગમાં રિઝર્વ બેન્ક રેપો રેટ 0.25 ટકા ઘટાડી શકે છે. રિઝર્વ બેન્ક વ્યાજ દર નક્કી કરવા માટે રિટેલ મોંઘવારીને ધ્યાનમાં લે છે.   
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી