તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલ્યાએ કહ્યું- બેન્ક અને વડાપ્રધાન મોદી બંનેની અલગ-અલગ વાતો, કોની પર વિશ્વાસ કરું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિજય માલ્યાએ ટ્વિટ કર્યું- વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે માલ્યા પાસેથી વધુ રિકવરી કરી લીધી છે
  • માલ્યાએ એક ટ્વિટ કરીને જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલ પત્યે સહાવનુભૂતિ વ્યક્ત કરી હતી   
નવી દિલ્હીઃ ભાગેડું કારોબારી વિજય માલ્યાએ એક વાર ફરી સોશિયલ મિડિયા પર ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી છે. વિજય માલ્યાએ ટ્વિટ કર્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું છે કે કથિત રીતે વિજય માલ્યાએ જેટલા પૈસા સરકારી અને પ્રાઈવેટ બેન્કો પાસેથી લીધા છે, તેના કરતા પણ વધુ પૈસા તેમની સરકારે રિકવર કર્યા છે. જયારે બેન્કો કોર્ટમાં અલગ દાવાઓ કરી રહી છે. કોની પર વિશ્વાસ કરવામાં આવે ? કોઈ એક તો જૂઠ્ઠું બોલી રહ્યું છે.

None other than the Prime Minister of India specifically says in an interview that his Government has recovered more money than I allegedly owe PSU Banks and the same Banks claim otherwise in English Courts. Who does one believe ? One or the other is lying.

— Vijay Mallya (@TheVijayMallya) April 18, 2019

1) માલ્યાએ કહ્યું- એર ઈન્ડિયા માટે લોકોના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો

માલ્યાએ 29 માર્ચે એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુની વાત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં મોદીએ કહ્યું હતું કે માલ્યાએ બેન્કોને 9,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે અને અમે અત્યાર સુધીમાં તેમની વિશ્વભરની તમામ સંપતિઓ જપ્ત કરીને 14,000 કરોડ રૂપિયા વસુલ કર્યા છે. મોદીએ કહ્યું હતું કે માલ્યા ચિંતિત છે, કારણ કે અમે તેમની પાસેથી લગભગ બે ગણની વસુલાત કરી છે.   

અગાઉ વિજય માલ્યાએ 16 એપ્રિલે એક ટ્વિટ કરીને જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. તેમણે સરકાર પર પ્રાઈવેટ અને સરકારી એરલાઈન્સ કંપનીઓની વચ્ચે ભેદભાવ રાખવાનો આરોપ લગાવ્યો હતો. માલ્યાએ લખ્યું કે જેટ એરવેઝ કિંગફિશર એરલાઈનની પ્રતિસ્પર્ધી હતી. પરંતુ હાલ આટલી મોટી એરલાઈન ડૂબવાના આરે. આ જાણીને દુ:ખ થઈ રહ્યું છે.