તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Embattled Liquor Tycoon Vijay Mallya Has Submitted A Renewal Application In The UK High Court

વિજય માલ્યાએ પ્રત્યર્પણ વિરૂદ્ધ હાઇકોર્ટમાં બીજીવાર અરજી દાખલ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજય માલ્યા (ફાઇલ) - Divya Bhaskar
વિજય માલ્યા (ફાઇલ)
  • નવી અરજી પર હાઇકોર્ટ સુનાવણીની તારીખ નક્કી કરશે 
  • નીચલી કોર્ટ, યુકેના ગૃહ વિભાગે માલ્યાનું પ્રત્યર્પણ મંજૂર કર્યુ હતું 
લંડનઃ ભાગેડુ લિકર બિઝનેસમેન વિજય માલ્યા (63)ના પ્રત્યર્પણ વિરૂદ્ધ યુકેની હાઇકોર્ટમાં શુક્રવારે બીજીવાર અરજી દાખલ કરી છે. પ્રથમ યાચિકા 5 એપ્રિલના રોજ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ મૌખિક રીતે સુનવણીની અરજી આપવા માટે 5 વર્કિંગ ડેનો સમય મળ્યો હતો. લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે ડિસેમ્બરમાં માલ્યાના ભારત પ્રત્યર્પણની મંજૂરી આપી હતી. ફેબ્રુઆરીમાં યુકેના ગૃહ વિભાગે મંજૂરી આપી હતી. ત્યારબાદ માલ્યાએ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. 

માલ્યા વિરૂદ્ધ ફ્રોડ, મની લોન્ડ્રિંગ, ફેમાના ઉલ્લંઘનનો આરોપ છે. તેના પર ભારતીય બેન્કોના 9,000 કરોડ રૂપિયા બાકી છે. માલ્યાની કિંગફિશર એરલાઇન્સે બેન્કો પાસેથી લોન લીધું હતું. માર્ચ 2016માં માલ્યા લંડન ભાગી ગયો હતો. મુંબઇની સ્પેશિયલ કોર્ટ (PMLA) તેને ભાગેડૂ જાહેર કરી ચૂકી છે. ઇડી દેશ-વિદેશમાં તેની સંપત્તિ અટેચ કરી ચૂક્યા છે.