એક્સપર્ટ વ્યૂ / માલ્યાના કેસના પગલે નીરવનું પ્રત્યાર્પણ સરળ બનશે, પરંતુ તેણે બ્રિટનમાં શરણ માંગ્યું તો મોડું થશે

Divyabhaskar.com

Mar 14, 2019, 03:45 PM IST
Vijay Mallya Extradition from UK offers a template for Nirav Modi Extradition
X
Vijay Mallya Extradition from UK offers a template for Nirav Modi Extradition

  • લીગલ ફર્મ જઈવાલા એન્ડ કંપનીના ફાઉન્ડરે આપી કાયદાકીય બાબતો
  • 13,700 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાનો આરોપી નીરવ મોદી હાલ લંડનમાં છે

લંડનઃ વિજય માલ્યાના પ્રત્યાર્પણની મંજૂરી મળવાથી ભારત માટે નીરવ મોદીનું પ્રત્યાર્પણ પણ સરળ થઈ જશે. આવા મામલાના એક્સપર્ટ લંડનની લીગલ ફર્મ જઈવાલા એન્ડ કંપનીના ફાઉન્ડર સરોશ જઈવાલાનું આ માનવું છે. જોકે નીરવે બ્રિટનમાં શરણ માટેની અરજી કરી તો પ્રત્યાર્પણની પ્રક્રિયામાં મોડું થશે.

ભારતે બ્રિટનના ગૃહવિભાગને પત્ર લખવો જોઈએઃ જઈવાલા

1.આમ થયું તો નીરવના પ્રત્યાર્પણની કાર્યવાહી ત્યાં સુધી શરૂ થવાની શકયતા નથી જયાં સુધી શરણ માંગવાની અરજી નામંજૂર થાય. જઈવાલાનું કહેવું છે કે ભારત સરકારે બ્રિટનના ગૃહ વિભાગને પત્ર લખીને આ બાબતનું તથ્ય રજૂ કરવું જોઈએ કે નીરવને શરણ શા માટે ન આપવું જોઈએ.
2.નીરવની શરણ માંગવાની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં એવી રીતે પ્રક્રિયા શરૂ થશે જે રીતે વિજય માલ્યાના મામલામાં થઈ હતી. સૌથી પહેલા નીરવને ધરપકડ કરવાનો આદેશ બહાર પડશે. બાદમાં તે જામીન અરજી દાખલ કરશે. બાદમાં પ્રત્યાર્પણ પર સુનાવણી શરૂ થશે.
3.કોર્ટ નીરવના પ્રત્યાર્પણની મંજૂરી આપશે તો યુકેના હોમ સેક્રેટરીની પણ મંજૂરી લેવી જરૂરી બનશે. જઈવાલાના જણાવ્યા પ્રમાણે, જો નીરવ મોદીએ કોઈ યુરોપીય દેશ કે પછી કોઈ આંતરાષ્ટ્રીય નાગરિકતા લઈ લીધી હશે તો આ પ્રત્યાર્પણનો મામલો જટિલ થઈ શકે છે.
4.13,700 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાનો આરોપી નીરવ મોદી હાલ લંડનમાં રહી રહ્યો છે. નીરવ ત્યાં હીરાનો બિઝનેસ કરી રહ્યો છે. ગત સપ્તાહે તેનો એક વિડીયો પ્રકાશમાં આવ્યો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી