તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મસ્કે ફરી ખોટું ટ્વિટ કર્યું, ગઈ વખતે ચેરમેન પદ ગુમાવ્યું હતું, 142 કરોડનો દંડ પણ થયો હતો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ડીલના જણાવ્યા પ્રમાણે, મસ્ક વકીલોની અનુમતિ વગર કંપની વિશે ટ્વીટ કરી શકતા નથી
 • ગત વર્ષે તેમના ટ્વિટ બાદ ટેસ્લાનો શેર ખૂબ જ ઉપર ગયા હતો  
ન્યુયોર્કઃ ટેસ્લાના અબજપતિ સંસ્થાપક એલન મસ્ક તેમના ટ્વીટને લઈને ફરી વિવાદોમાં આવ્યા છે. અમેરિકાના ફાઈનાન્શિયલ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશને મસ્ક પર કોર્ટની અવમાનાનો કેસ ચલાવવાની વાત કરી છે. એસઈસીએ આરોપ લગાવ્યો છે કે મસ્કે એક વાર ફરી તેના 2.4 કરોડ ટ્વિટર ફોલોઅર્સને ખોટી જાણકારી આપી છે.

1) મસ્ક પર ગત વર્ષે કાર્યવાહી થઈ હતી

જે ટ્વિટની ફરીયાદ કરવામાં આવી રહી છે, તે મસ્કે 19 ફેબ્રુઆરીએ કર્યું હતું. તેમાં તેમણે લખ્યું હતું કે ટેસ્લાએ 2011માં એક પણ કાર બનાવી ન હતી. જોકે 2019માં પાંચ લાખ કાર બનાવશે. બાદમાં બીજું એક ટ્વિટ કરીને તેમણે આંકડામાં સુધારો કર્યો છે. ત્યારે મસ્કે લખ્યું હતું કે આ વર્ષ દરેક સપ્તાહમાં 10 હજાર કાર બનાવવાના લક્ષ્ય તરફ અમે પહોંચી રહ્યાં છે. અમે ઝડપથી વાર્ષિક પાંચ લાખ કાર બનાવવા લાગીશું. જરૂરી નથી કે આ લક્ષ્ય 2019માં પ્રાપ્ત થાય.

એસઈસીએ કહ્યું હતું કે મસ્કે કંપની વિશે ટ્વીટ કરતા પહેલા ટેસ્લાના વકીલોની પૂર્વ અનુમતિ લીધી ન હતી. એસઈસી સાથે ગત વર્ષે ઓક્ટોબરમાં થયેલી ડિલના જણાવ્યા પ્રમાણે મસ્કને આવા દરેક ટ્વીટ પહેલા કંપનીના વકીલોની અનુમતિ લેવી અનિવાર્ય છે. આ શરત મસ્કના દરેક પબ્લિક કોમ્યુનિકેશન્સ સાથે જોડાયેલી છે. એસઈસીએ મસ્કની વિરુદ્ધ ગત વર્ષે ઓક્ટોબરમાં પ્રથમવાર કાર્યવાહી કરી હતી. ત્યારે મસ્કે ટ્વીટ કર્યું હતું કે તે કંપનીને ડિલિસ્ટ કરી રહી છે.

ટેસ્લાએ સ્વીકાર કર્યું કે મસ્કે 19 ફેબ્રુઆરીએ ટ્વીટ પહેલા વકીલોની અનુમતિ લીધી હતી. મસ્કનું કહેવું છે કે આ ટ્વિટ માટે અનુમતિ લેવાની જરૂરીયાત નથી કારણ કે તેમાં તેમણે તે ફેક્ટ મૂકી છે, જે કંપનીએ જાન્યુઆરીમાં વિશ્વની સામે મૂકી હતી. જો મસ્ક આ કેસમાં દોષી ઠરે તો તેમની પર 4 કરોડ ડોલર (284 કરોડ રૂપિયા) સુધીનો દંડ લાગી શકે છે. સાથે જ જેલમાં જવાનો વારો પણ આવી શકે છે. ટેસ્લાના શેરમાં ચાર ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો