દાઈચી સૈંક્યો વિવાદ / સુપ્રીમ કોર્ટે મલવિંદર-શિવંદરને કહ્યું- 3500 કરોડ રૂપિયાની ચૂકવણીની યોજના જણાવો

Divyabhaskar.com

Mar 14, 2019, 04:32 PM IST
Supreme court ask ex ranbaxy promoters to appraise on compliance of rs3500 cr arbitral award
X
Supreme court ask ex ranbaxy promoters to appraise on compliance of rs3500 cr arbitral award

  • કોર્ટે 28 માર્ચ સુધીનો પ્લાન માંગ્યો, કહ્યું- આ મામલો દેશની પ્રતિષ્ઠા માટે પણ સારો નથી
  • મલવિંદર-શિવિંદર રેનબેક્સીના પૂર્વ પ્રમોટર, જાપાની કંપની દાઈચી તેમની વિરુદ્ધ કોર્ટમાં લડી રહી છે  

નવી દિલ્હીઃ રેનબેક્સીના પૂર્વ પ્રમોટર ભાઈ મલવિંદર સિંહ અને શિવિંદર સિંહ દાઈચી સૈંક્યોને આર્બિટ્રેશન મામલામાં ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને પુછ્યું કે 3500 કરોડ રૂપિયાના આર્બિટ્રેશન એવોર્ડના નિર્ણયનું તેઓ કઈ રીતે પાલન કરશે. કોર્ટે બંનેને આ માટેનો ઠોસ પ્લાન રજૂ કરવા કહ્યું છે.

દાઈચીએ 2016માં સિંગાપુર ટ્રિબ્યૂનલમાં કેસ જીત્યો હતો

1.અમેરિકાની દવા કંપની દાઈચી સૈંકયો 3500 કરોડ રૂપિયાનો આર્બિટ્રેશન એવોર્ડ લાગૂ કરવા માટે કોર્ટમાં લડી રહી છે. સિંગાપુર ટ્રિબ્યુનલમાં તેણે 2016માં મામલો જીત્યો હતો.
2.સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કહ્યું કે આ મામલો કોઈની વ્યક્તિગત પ્રતિષ્ઠાનો સવાલ નથી. પરંતુ દેશની પ્રતિષ્ઠા માટે પણ સારો નથી. તમે એક સમયે ફાર્મા ઈન્ડસ્ટ્રીના અગ્રણી હતા. હવે તમે કોર્ટમાં હાજર થઈ રહ્યાં છો, તે સારી વાત નથી.
3.

સુપ્રીમ કોર્ટે શિવિંદર અને મલવિંદરને 28 માર્ચે રજૂ થવાનો આદેશ આપ્યો છે. સાથે એ પણ કહ્યું કે-અમે આશા રાખીએ છીએ કે આ છેલ્લી વખત હશે જયારે તમે કોર્ટમાં રજૂ થશો.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી