તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસબીઆઈની તમામ લોન સસ્તી થશે, બેન્કે MCLRમાં 0.05%નો ઘટાડો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેન્કે ઘટાડેલા નવા દરો 10 એપ્રિલથી લાગુ થશે
  • 8.60-8.90 સુધીના વ્યાજ પર મળશે 30 લાખ રૂપિયા સુધીની હોમલોન 

નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની તમામ લોન્સ સસ્તી થઈ ગઈ છે. એસબીઆઈએ તમામ સમયગાળા માટે વ્યાજ દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો 10 એપ્રિલ એટલે કે બુધવારથી લાગુ થશે. એસબીઆઈના એક નિવેદન મુજબ, એક વર્ષ માટે વ્યાજ દર હવે ઘટીને 8.50 ટકા થયો છે. આ સિવાય 30 લાખ રૂપિયા સુધીની હોમલોન 8.60-8.90 ટકાના વ્યાજ પર મળશે.