શેરબજાર / ઓટો-મેટલના પગલે સેન્સેક્સમાં 138 અંકની તેજી, નિફ્ટી 11,690ની ઉપર

Divyabhaskar.com | Updated - Apr 15, 2019, 05:28 PM
Share Market: Sensex and nifty open with positive mind on 15 April 2019

  • ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ અને એક્સાઈડ ઈન્ડિયા ટોપ ગેનર
  • બેન્કિંગ સેકટરમાં કોટક બેન્ક, ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક સહિતના શેરો ટોપ ગેનર રહ્યાં હતા

નવી દિલ્હીઃ ઘરેલું સ્તર પર સારે સંકેતો બાદ ઓટો, મેટલ અને બેન્કિંગ સેક્ટરમાં જોવા મળેલી ખરીદના કારણે ભારતીય શેરબજારો સોમવારે તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 138 અંકની તેજીની સાથે 38905 પર બંધ થયો હતો. નિફ્ટી 47 અંકની તેજીની સાથે 11,690 પર બંધ થયો હતો.

ઓટો સેક્ટરમાં સૌથી વધુ તેજી

ઓટો સેક્ટરમાં ટાટા મોટર્સ, ભારત ફોર્જ, મદર સૂમી, હીરો મોટોકોર્પ અને એક્સાઈડ ઈન્ડિયા ટોપ ગેનર રહ્યાં હતા. મેટલ સેક્ટરમાં કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, સેલ, જિંદલ સ્ટીલ અને જેએસડબલ્યુ ટોપ ગેનર રહ્યાં. બેન્કિંગ સેકટરમાં કોટક બેન્ક, ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ટોપ ગેનર રહી હતી.

આ શેરમાં જોવા મળી તેજી

સેન્સેક્સમાં પીસી જવેલર્સમાં 13.5 ટકા, ટાટા સ્ટીલમાં 9.96 ટકા, ઈન્ફીબીમમાં 9.71 ટકા, સ્પાઈ્સજેટમાં 9.14 ટકા અને કેઆરબીએલમાં 7.72 ટકાની તેજી નોંધાઈ હતી. નિફ્ટીમાં ટીસીએસમાં 2.32 ટકા, કોલ ઈન્ડિયામાં 2.68 ટકા, ટાટા મોટર્સમાં 2.50 ટકા, ટેક મહિન્દ્રામાં 1.36 ટકા અને આઈટીસીમાં 1.31 ટકા તેજી રહી હતી.

આ શેરમાં જોવા મળ્યો ઘટાડો

સેન્સેક્સમાં ટીવી-18 બ્રોડકાસ્ટમાં 5.32 ટકા, આરકોમમાં 4.71 ટકા, નેટવર્ક-18માં 4.06, વક્રાંગીમાં 3.80 ટકા અને ઈન્ડિયાબુલ્સ ઈન્ટીગ્રેટેડ સર્વિસિસ લિમિટેડમાં 3.79 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં ઈન્ફોસિસમાં 3.98 ટકા, ગેલમાં 1 ટકા, એચડીએફસીમાં 0.48 ટકા, ઝી એન્ટરટેન્ટમેન્ટમાં 1.48 ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં 0.42 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

X
Share Market: Sensex and nifty open with positive mind on 15 April 2019
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App