શેરબજાર / સેન્સેક્સમાં 270 અંકની તેજી, 6 મહિનામાં પ્રથમ વાર 38000ના સ્તરે પહોંચ્યો

Divyabhaskar.com | Updated - Mar 15, 2019, 12:17 PM
Sensex surges 270 points reclaims 38000 mark nifty reclaims 11400 level
X
Sensex surges 270 points reclaims 38000 mark nifty reclaims 11400 level

  • નિફ્ટીમાં 85 અંકનો વધારો નોંધાયો, 11,400ની ઉપર પહોંચ્યો
  • બેન્કિંગ, ઓટો શેરમાં વધુ ખરીદી, કોટક બેન્કના શેરમાં 4%નો ઉછાળો

મુંબઈઃ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ શુક્રવારે 270 અંકના વધારા સાથે 38,024.95ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. સપ્ટેમ્બર 2018 બાદ સેન્સક્સ પ્રથમ વાર 38,000ના સ્તરે પહોંચ્યો છે. નિફ્ટીમાં 85 અંકની તેજી નોંધાઈ છે. તે 11,428.05 સુધી ચઢ્યો છે. વિદેશી રોકાણકારોની ખરીદી, રૂપિયામાં મજબૂતી અને મજબૂત વિદેશી સંકેતોના કારણે બજારમાં તેજી આવી છે.

એસબીઆઈના શેરમાં 2 ટકાનો વધારો

1.બેન્કિંગ, ઓટો અને આઈટી શેરમાં સારી ખરીદી કરવામાં આવી રહી છે. એનએસઈ પર કોટક બેન્કના શેરમાં 4 ટકા અને એસબીઆઈના શેરમાં 2 ટકા તેજી નોંધાઈ. બીજી તરફ હિંન્દુસ્તાન યુનીલીવરના શેરમાં 2 ટકા અને ભારતી એરટેલમાં 1.5 ટકાનો ઘટાડો આવ્યો છે. કોલ ઈન્ડિયાના શેરમાં પણ 1 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે.
2.એનાલિસ્ટોનું કહેવું છે કે લોકસભા ચૂંટણી પહેલા બજાર પોઝિટિવ મૂડમાં જોવા મળી રહ્યું છે. વિદેશી રોકાણકારો આ વર્ષે શેરબજારમાં 30,000 કરોડ રૂપિયા લગાવી ચૂકી છે.
3.એશિયાઈ બજારમાં પણ તેજી નોંધાઈ રહી છે. હોન્ગકોન્ગના શેરબજાર ઈન્ડેક્સ હેંગસેગમાં 0.95 ટકા ઉછાળો નોંધાયો છે. ચીનના શંઘાઈ કંપોઝિટ ઈન્ડેક્સમાં 1.54 ટકા અને જાપાનના નિક્કાઈમાં 1.03 ટકાનો વધારો નોંધાયો છે. ગુરૂવારે અમેરિકાનું બજાર પણ ફાયદામાં બંધ થયું હતું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App