તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનો KSEમાં 545 અંકનો ઘટાડો, સેન્સેકસ 251 ઘટ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • એનાલિસ્ટોએ કહ્યું- ભારત-પાકની વચ્ચે તણાવ વધાવાની શકયતાના પગલે બજારમાં ઘટાડો જોવા મળ્યો
 • મેટલ, બેન્કિંગ શેરમાં વધુ દબાણ, વેદાંતા-હિંડાલ્કોના શેરમાં 3-3% ઘટાડો

મુંબઈઃ પુલવામાં હુમલાની જવાબી કાર્યવાહીમાં આજે ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલાના પગલે કરાંચી સ્ટોક એક્સચેન્જ (KSE)100 ઈન્ડેક્સમાં 464 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં પણ મંગળવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેકસ 467 અંક ઘટીને 35,746.63 પર પહોંચી ગયો હતો. જયારે નિફ્ટીમાં 138 અંકના ઘટાડા સાથે 10,742.50 પર પહોંચી ગયો હતો. જોકે બાદમાં હાલ સેન્સેક્સ 271 અંકના ઘટાડા સાથે 35,941 પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટી 75.40 અંકના ઘટાડા સાથે 10,804.70 પર કારોબાર કરી રહ્યો છે.

 

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનની સીમા પર આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહીના સમાચારો બાદ બંને દેશોની વચ્ચેનો તણાવ વધવાની શકયતાના કારણે શેરબજારમાં ઘટાડો આવ્યો છે. બેન્કિંગ, મેટલ અને પાવર સેકટરના શેરમાં વધુ વેચાણ જોવા મળ્યું હતું. કારોબાર દરમિયાન સેન્સેકસના 30માંથી 28 અને નિફ્ટીના 50માંથી 46 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈના મોટાભાગના સેકટર ઈન્ડેક્સમાં નુકસાનમાં કારોબાર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો