શેરબજાર / સેન્સેક્સમાં 350 અંકનો ઉછાળો, 39277ના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો

Sensex jumps over 200 pts Nifty above 11750 on Tuesday 16 April
X
Sensex jumps over 200 pts Nifty above 11750 on Tuesday 16 April

  • આઈસીઆઈસીઆઈ બેન્કનો શેર 3%, આઈઓસી 2% ઉછળ્યો
  • સેન્સેક્સના 30માંથી 27, નિફ્ટીના 50માંથી 43 શેરમાં વધારો

Divyabhaskar.com

Apr 16, 2019, 04:01 PM IST
મુંબઈઃ શેરબજારમાં આજે જોરદાર તેજી આવી છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ 350 અંકથી વધુના વધારા સાથે 39,277.96ના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો છે. જયારે નિફ્ટી 85 અંક ઉછળ્યો છે. ઈન્ટ્રા-ડેમાં તે 11,776.55ના અત્યાર સુધીના સૌથી ઉચ્ચા સ્તરે પહોંચ્યો છે.

સેન્સેક્સના 30માંથી 27 અને નિફ્ટીના 50માંથી 43 શેરોમાં વધારો નોંધાયો

સેન્સેક્સના 30માંથી 27 અને નિફ્ટીના 50માંથી 43 શેરો વધારો નોંધાયો છે. બેન્કિંગ, મેટલ ઓઈલ એન્ડ ગેસ, ટેલિકોમ અને ઓટો સેકટરના શેરોમાં સારી ખરીદી થઈ. આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 3 ટકા ઉછાળો આવ્યો. આઈઓસી, કોલ ઈન્ડિયા, વેદાંતા અને ઈન્ફ્રાટેલના શેર 2-2 ટકા ચઢ્યા.
એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે, મજબૂત વિદેશી સંકેતો અને વિદેશી ફન્ડોના રોકાણથી બજારમાં ઉછાળો આવ્યો છે. શેરબજારના જાણકાર હેમંગ જાનીના જણાવ્યા પ્રમાણે ચોથા ત્રિમાસિક પરિણામો આગળ બજાર માટે મહત્વના રહેશે.

સોમવારે વિદેશી રોકાણકારોએ 713.22 કરોડ રૂપિયાના શેર ખરીદો. ઘરેલું રોકાણકારોએ 581.36 કરોડ રૂપિયાની ખરીદી કરી. ડોલરની સરખામણીમાં રૂપિયો આજે 17 પૈસા નબળો થઈને 69.59 સુધી ઘટ્યો હતો. બીજી તરફ આંતરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડનો રેટ 0.25% ઘટીને 71 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી