તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્સેક્સ 342 અંકની વધારાની સાથે 36213 પર બંધ, આઈટી કંપનીઓન શેરમાં 3% તેજી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ટીસીએસ અને ઈન્ફોસિસમાં 3-3 ટકાની તેજી, એચસીએલ ટેક 2 ટકા વધ્યો
 • અદાણી પોર્ટ્સના શેરમાં 8 ટકાનો ઘટાડો, ઈન્ફ્રાટેલ 3% નુકસાનમાં રહ્યો
 • એનએસઈના 11માંથી 8 સેક્ટર ઈન્ડેક્સ વધારામાં રહ્યાં, પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સ 1.1 ટકા ફાયદામાં રહ્યો

મુંબઈઃ શેરબજારમાં કારોબારી સપ્તાહની સારી શરૂઆત થઈ છે. સેન્સેક્સ સોમવારે 314.90 અંકના વધારા સાથે 36,213.38 પર બંધ થયો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 88.45 પોઈન્ટની તેજીની સાથે 10,880.10 પર થયું હતું. ઘરેલું રોકાણકારોની ખરીદીના પગલે બજારમાં તેજી આવી છે.  બીજા એશિયાઈ બજારોમાંથી પણ સારા સંકેત મળ્યા છે.

 

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે, અમેરિકા-ચીનની વચ્ચે વેપાર વિવાદની પતાવટની શકયતાના પગલે એશિયાઈ બજારોમાં તેજી આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનીઝ ઈમ્પોર્ટ પર ડ્યુટી વધારવાની ડેડલાઈન 1 માર્ચથી આગળ વધારી દીધી છે. તેમણે કહ્યું કે બંને દેશોની વચ્ચે ચાલી રહેલો સંવાદ અત્યાર સુધી સારો રહ્યો છે. આ કારણે 1ૃ માર્ચથી ટેરીફ વધારવામાં આવશે નહિ.

 

બ્રોકર્સનું કહેવું છે કે જીએસટી કાઉન્સિલના નિર્ણયથી ભારતીય બજારમાં  ઉછાળો આવ્યો છે. કાઉન્સિલે રવિવારે અન્ડર કનસ્ટ્રકશન ઘરો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા અને એફોર્ડેબલ હાઉસિંગ પર 8%થી ઘટાડીને 1% કરવાનો નિર્ણય કર્યો છે. નવા દરો 1 એપ્રિલથી લાગુ થશે.

 

એનએસઈ પર ટીસીએસ 3.16 ટકા, બજાજ ફિનસર્વ 2.77 ટકા, ઈન્ફોસિસ 2.73 ટકા, ગ્રાસિમ 2.68 ટકા અને યસ બેન્ક 2.61 ટકા વધ્યો હતો. એનએસઈ પર અદાણી પોર્ટ્સ 8.13 ટકા, ઈન્ફ્રાટેલ 3.06 ટકા, બીપીસીએલ 2.38 ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ 1.54 ટકા અને પાવર ગ્રિડ 0.47 ટકા ઘટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો