તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એર સ્ટ્રાઈકના બીજા દિવસે જોશમાં બજાર, સેન્સેકસ 300 અંક મજબૂત, નિફ્ટી 10,900ની ઉપર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • નિફ્ટીમાં આઈટીને બાદ કરતા તમામ 10 ઈન્ડેક્સ ગ્રીન નિશાનમાં છે
 • યસ બેન્ક, અલ્ટ્રાટેક, એક્સિસ બેન્ક, બજાજ ઓટો સહિતના શેરમાં તેજી 
 • આઈટી સ્ટોક્સમાં ઘટાડાનું મુખ્ય કારણ રૂપિયામાં આવેલી નબળીને માનવામાં આવે છે

નવી દિલ્હીઃ  પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન શેરબજારમાં મોટું ગાબડું પડ્યું છે. મંગળવારે કરાચી સ્ટોક એક્સચેન્જ(KSE)-100 ઈન્ડેક્સ 785.12 અંક ઘટીને 38,821.67ના સ્તરે બંધ થયું હતું. બુધવારે સવારથી જ કરાચી સ્ટોક એક્સચેન્જમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, બપોરે 1.11 વાગે KSE-100 1220 અંક ઘટીને 37,623.28ના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું. આ સિવાય સેન્સેક્સમાં પણ 35 અંકનો ઘટાડો જોવાા મળ્યો છે. તે 35,918.17ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટી 28 અંક ઘટીને 10,806.55 પર કારોબાર કરી રહ્યો છે. 

 

સનફાર્મા ટોપ ગેનર: નિફ્ટીમાં આઈટીને છોડીને તમામ 10 ઈન્ડેક્સ ગ્રીન નિશાનમાં છે. મેટલ, બેન્ક અને ઓટો સહિત તમામ પ્રમુખ સેકટરમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટીની વાત કરવામાં આવે તો 3 ટકાની મજબૂતાઈની સાથે ટોપ ગેનર છે. જયારે યસ બેન્કમાં 2.70 ટકા, અલ્ટ્રાટેક 2.27 ટકા, એક્સિસ બેન્ક 2.18 ટકા, બજાજ ઓટો 2 ટકાની વધારી સાથે કારોબાર કરી રહ્યો છે.

 

રૂપિયામાં નબળાઈથી આઈટી ઈન્ડેક્સને ઝાટકો: આઈટી સ્ટોક્સમાં ઘટાડાનું મુખ્ય કારણ રૂપિયામાં આવેલી નબળીને માનવામાં આવે છે. બુધવારે કારોબારમાં રૂપિયો 6 પૈસા મજબૂત થઈને 71.11 પ્રતિ ડોલરના ભાવ પર ખુલ્યો. અગાઉ મંગળવારે ડોલરની સરખામણીમાં રૂપિયો 9 પૈસા નબળો થઈને 71.06ના સ્તરે બંધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો