શેરબજાર / સેન્સેક્સમાં 75 અંકની તેજી, નિફ્ટી 11,660ની ઉપર, રેન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સ્પાઈ્સજેટમાં તેજી

Divyabhaskar.com

Apr 15, 2019, 12:30 PM IST
Sensex and nifty open with positive mind on 15 April 2019

  • નિફ્ટીમાં 50માંથી 29 કંપનીઓના શેરમાં તેજી 
  • સેન્સેક્સમાં ઈન્ફોસિસ પર રોકાણકારોની નજર 

નવી દિલ્હીઃ કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામોની આશામાં રોકાણકારોમાં બનેલા સકારાત્મક માહોલના પગલે ભારતીય શેરબજાર કારોબાર સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે 15 એપ્રિલે 2019એ તેજી સાથે ખુલ્યા હતા. મુંબઈ સ્ટોક એક્સચેન્જના 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 70 અંકની તેજીની સાથે 38,838 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 22 અંકની તેજી સાથે 11,665 પર ખુલ્યો. સવારે 9.34 વાગે સેન્સેક્સ 75 અંકની તેજી સાથે 38,842 પર અને નિફ્ટી 24 અંકની તેજીની સાથે 11,668 પર કારોબાર કરી રહ્યો છે.

આ શેરમાં તેજીનો માહોલ

સેન્સેક્સના શરૂઆતના કારોબારમાં રેન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સ્પાઈ્સજેટ, પ્રિઝ્મ જોનસન લિમિટેડ, સુઝલોન અને પીસી જવેલર્સમાં તેજીનો માહોલ છે. નિફ્ટીના શરૂઆતના કારોબારમાં ટીસીએસ, કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા અને આઈટીસીમાં તેજીનો માહોલ છે.

આ શેરમાં મંદીનો માહોલ

સેન્સેક્સમાં શરૂઆતના કારોબારમાં આરકોમ, અદાણી પાવર, ઈન્ફોસિસ લિમિટેડ, શારદા કોર્પોરેશન અને ગુજરાત ગેસમાં મંદી છે. નિફ્ટીના શરૂઆતના કારોબારમાં ઈન્ફોસિસ, ગેલ, એચડીએફસી બેન્ક, જી એન્ટરટેન્ટમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં મંદીનો માહોલ છે.

X
Sensex and nifty open with positive mind on 15 April 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી