શેરબજાર / સેન્સેક્સમાં 2 અંકની તેજી, નિફ્ટીએ 11,300ની સપાટી વટાવી, એનટીપીસી, સનફાર્મામાં તેજી

Divyabhaskar.com

Mar 15, 2019, 09:00 AM IST
Sensex and Nifty index closed with green mark on 14 March 2019
X
Sensex and Nifty index closed with green mark on 14 March 2019

નવી દિલ્હીઃ મુખ્ય ઈન્ડેક્સોમાં જોવા મળી રહેલા વેચાણના કારણે ભારતીય શેરબજારો ગુરૂવારે સમગ્ર દિવસની તેજી ખોવીને મામૂલી તેજીની સાથે ગ્રીન નિશાન પર બંધ થયા હતા. મુંબઈ સ્ટોક એક્સચેન્જના 30 શેરોનો ઈન્ડેક્સ સેન્સેક્સ 2.72 અંકની તેજીની સાથે 37,754ની સપાટી પર બંધ થયો હતો. જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેરોનો ઈન્ડેક્સ નિફ્ટી 1.55 અંકની તેજીની સાથે 11,343ની સપાટી પર બંધ થયો હતો.

બીએસઈ પર એનટીપીસી, સનફાર્મા, યસ બેન્ક, કોલ ઈન્ડિયા, ભારતી એરટેલ, ઓએનજીસી સહિતના શેરોમાં તેજી જોવા મળી હતી. એનટીપીસી 3.53 ટકા વધીને 153.80 પર બંધ રહ્યો હતો. સનફાર્મા 2.41 ટકા વધીને 467.10 પર બંધ રહ્યો હતો.

જયારે એચસીએલ ટેક, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ અને બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એચસીએલ ટેક 2.11 ઘટીને 1,006.55 પર બંધ રહ્યો હતો. હીરો મોટોકોર્પ 1.81 ટકા ઘટીને 2,755.35 પર બંધ રહ્યો હતો.  ટાટા મોટર્સ  1.90 ટકા ઘટીને 179.70 પર બંધ રહ્યો હતો.

રિલાયન્સ વર્ષની ટોચે, સેન્સેક્સ પેકની 18 સ્ક્રીપ્સ સુધરી

1.સેન્સેક્સ પેકની 31 પૈકી 18 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી રિલાયન્સ 0.41 ટકાના સુધારા સાથે રૂ. 1361.45 પોઇન્ટની વર્ષની ટોચે બંધ રહ્યો હતો. અન્ય સ્ક્રીપ્સ પૈકી એનટીપીસી 3.53 ટકા ઉછાળા સાથે સ્ટાર પર્ફોર્મર રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેન્ક 2.84 ટકા, સન ફાર્મા 2.41 ટકા, યસ બેન્ક 2.25 ટકા, કોલ ઇન્ડિયા 2.03 ટકા, ભારતી એરટેલ 1.63 ટકા મુજબ સુધર્યા હતા.
2.એચસીએલ ટેકનોલોજી 2.11 ટકા, હીરો મોટો 1.81 ટકા અને તાતા મોટર્સ 1.05 ટકાના ઘટાડા સાથે મુખ્ય રહ્યા હતા. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ફુગાવો 2.93 ટકા રહ્યો જે જાન્યુઆરી તેમજ આગલાં વર્ષના ફેબ્રુઆરીની પણ સરખામણીમાં ઊંચો રહ્યો છે. ખાસ કરીને ખાદ્યાન્નની કિંમતો ઉંચી રહેવાના કારણે ફુગાવો વધ્યો છે. સ્થાનિકમાં સળંગ 4 દિવસની તેજીની ચાલન કારણે નાના રોકાણકારોનું પ્રોફીટ બુકિંગ પણ વધ્યું છે. તેના કારણે આજે વધઘટ અને વોલ્યૂમ સંકડાયેલા રહ્યા હતા.
માર્કેટબ્રેડ્થ બીજા દિવસે પણ નેગેટિવ રહી
3.બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2861 પૈકી 1236 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. જ્યારે 1480 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટકેપ સતત બીજા દિવસે પણ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીથી પ્રોફીટ બુકિંગનું રહ્યું છે. 
4.FIIની રૂ. 1482 કરોડની ખરીદી, DIIની રૂ. 818 કરોડની વેચવાલી: વિદેશી સંસ્થાઓની આજે રૂ. 1482.99 કરોડની નેટ ખરીદી રહી હતી. સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 817.77 કરોડની નેટ વેચવાલી રહી હતી. એફઆઇઆઇની સતત ખરીદીના પગલે ડોલર આજે પણ રૂપિયા સામે 19 પૈસાની નરમાઇ સાથે 69.35ની સપાટીએ રહ્યો હતો. માર્ચ માસમાં વિદેશી નાણા સંસ્થાઓ અત્યારસુધીમાં 1.8 અબજ ડોલર સુધીની નેટ ખરીદી કરી ચૂકી છે. 
ઇક્લેર્ક્સ સર્વિસના પ્રમોટર્સ શેર્સ બાયબેક કરશે
5.ઇક્લેર્ક્સ સર્વિસિસના પ્રમોટર્સે 262 કરોડના શેર્સ બાયબેક કરવા માટે મંજૂરી આપી છે. જેના પગલે શેર આજે ઇન્ટ્રા-ડે 6 ટકા ઉછળ્યા બાદ 4.60 ટકા સુધરી 1149.70ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપની શેરદીઠ રૂ. 1600ની મહત્તમ કિંમતે બાયબેક કરશે તેવું સત્તાવાર યાદીમાં જણાવ્યું છે. 
રિલાયન્સ ઇન્ફ્રા. દિલ્હી-આગ્રા ટોલ રોડમાંથી હિસ્સો વેચશે
6.રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેનો દિલ્હી-આગ્રા ટોલ રોડમાં રહેલો સમગ્ર હિસ્સો સિંગાપોરની ક્યુબ હાઇવેને રૂ. 3600 કરોડમાં વેચશે તેવા આહેવાલો છે. જેના કારણે અનિલ અંબાણીની કંપનીનું દેવું 25 ટકા ઘટી રૂ. 5000 કરોડથી ઓછું થશે. જોકે, આમ છતાં શેર આજે 3.59 ટકા ઘટી રૂ. 124.90ની સપાટીએ બંધ રહ્યો હતો. 
7.રિલાયન્સ કોમ્યુનિકેશન્સના બેન્કર્સે ગીરો મુકેલા વધુ 4.34 ટકા શેર્સ વેચીને રૂ. 59 કરોડ એકત્ર કર્યા હોવાના અહેવાલો પાછળ અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રૂપ (એડીએજી)ના સાતેય શેર્સમાં આજે ઘટાડાની સ્થિતિ રહી હતી. તેના કારણે પ્રમોટર્સનો હિસ્સો 41.91 ટકાથી ઘટી 37.57 થઇ ગયો છે. સુપ્રિમ કોર્ટે ગત મહિને અનીલ અંબાણી અને જૂથના અન્ય બે ડિરેક્ટર્સ સામે એરિકશનનું દેવું નહિં ચૂકવવા કન્ટેમ્પ્ટ નોટિસ કાઢી હતી. કોર્ટે આરકોમને ચાર સપ્તાહમાં એરિકસનને રૂ. 453 કરોડ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. 
એશિયા-યુરોપિયન શેરબજારોમાં મિક્સ ટોન
8.એશિયાઇ શેરબજારો પૈકી હોંગકોંગનો હેંગસેંગ 0.15 ટકા, કોરિયાનો કોસ્પી 0.34 ટકા સુધર્યા હતા. જ્યારે સાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 1.20 ટકા ઘટ્યો હતો. જાપાનનો નિક્કેઇ પણ 0.01 ટકા નોમિનલ ઘટ્યો હતો. તેજ રીતે યુરોઝોનમાં જર્મનીનો ડેક્સ 0.43 ટકા, પેરિસનો સીએસી 0.69 ટકા અને લંડનનો એફટીએસઇ 0.46 ટકાના સુધારા સાથે ઇન્ટ્રાડે ટ્રેડ થતાં હતા. ઇન્ટરનેશનલ માર્કેટમાં બેરલદીઠ ક્રૂડ 0.42 ટકા વધી 67.43 ડોલર આસપાસ મૂકાતું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી