શેરબજાર / સેન્સેકસમાં 665 અંકની તેજી, નિફ્ટી 179 અંક મજબૂત

Divyabhaskar.com

Jan 31, 2019, 04:00 PM IST
Sensex and nifty index closed with big gain before budget on 31 January 2019

 • નિફ્ટીમાં 40 શેર લીલા અને 10 શેર લાલ નિશાનમાં બંધ થયા 
 • બીએસઈમાં તમામ સેક્ટોરિયલ ઈન્ડેકસ તેજીની સાથે ગ્રીન નિશાનમાં બંધ થયો હતો

નવી દિલ્હીઃ વિદેશી બજારોમાંથી મળેલા મજબૂત સંકેતોની વચ્ચે ઈન્ટરિમ બજેટ સાથે આશા રાખીને બેઠેલા રોકાણકારોના લેવાલીના ભાવને કારણે ગુરૂવારે ઘરેલું સ્ટોક એકસચેન્જમાં તોફાની તેજી રહી. કારોબાર દરમિયાન સેન્સેકસ 655 અંકની તેજીની સાથે 36,256.69ની સપાટી પર અને નિફ્ટી 179 અંકના વધારાની સાથે 10,830.95 અંક પર બંધ થયો હતો. જયારે નિફ્ટીમાં 40 શેર લીલા અને 10 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.

બજારમાં ગુરૂવાર શરૂઆતથી જ લેવાલીનું જોર રહ્યું. સેન્સેકસ મજબૂતાઈની સાથે 35,805.51ની સપાટી પર અને નિફ્ટી તેજીની સાથે 10,690.55 સપાટી પર ખુલ્યો. અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજ દર સ્થિર રાખવાની જાહેરાત કરવાની સાથે જ કહ્યું કે તે આગળ પણ આ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ધીરજ રાખીને વિચારશે.

બીએસઈમાં તમામ સેક્ટોરિયલ ઈન્ડેકસમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીમાં મિડિયાને બાદ કરતા તમામ સેકટર ગ્રીન નિશાનમાં બંધ થયા હતા. સેન્સેકસમાં વિન્કીસ ઈન્ડિયા લિમિટેડ 20 ટકા, અવંતી ફીડ્સ લિમિટેડ 12.75 ટકા, EIH લિમિટેડ 11.78 ટકા, HEG લિમિટેડ 10 ટકા અને ગ્રેફાઈટ ઈન્ડિયા લિમિટેડમાં 10 ટકા તેજી જોવા મળી.

સેન્સેકસમાં ડીએચએફએલ 15.93 ટકા, અજંતા ફાર્મસી 6.02 ટકા, સુઝલોન એનર્જી લિમિટેડ 5.62 ટકા, મેક્સ ફાઈનાન્શિયલ સર્વિસિસ લિમિટેડમાં 5.23 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

X
Sensex and nifty index closed with big gain before budget on 31 January 2019
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી